Aapnu Gujarat
ताजा खबरराष्ट्रीय

આંધ્રને સ્પેશિયલ દરજ્જો અપાવવા પીએમ મોદીનાં નિવાસે ધરણા કરનાર ૨૪ ટીડીપી સાંસદોની ધરપકડ

દિલ્હીમાં પીએમ મોદીનાં નિવાસ બહાર રવિવારે ટીડીપીના ૨૪ સાંસદો આંધ્ર પ્રદેશને સ્પેશિયલ દરજ્જો આપવાની માગણી સાથે ધરણા પર બેઠા હતા. આ સાંસદોને બળજબરીથી હટાવીને તેમની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તેમને પકડીને બસમાં લઈ જતી હતી ત્યારે રોષે ભરાયેલા આ સાંસદોએ હાથમાં પ્લે કાર્ડ સાથે સરકાર વિરોધી સૂત્રો પોકારવાનું ચાલુ રાખ્યું હતું. પકડાયેલા તમામ ટીડીપી સાંસદોને તઘલખ રોડ પોલીસસ્ટેશન લઈ જવાયા હતા.સાંસદોને સરકારની નીતિનો વિરોધ કરવાને કારણે પ્રિવેન્ટિવ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમની સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. તેમને થોડા સમય પછી છોડી દેવામાં આવશે. આ ટીડીપીના સાંસદોએ શુક્રવારે સાંજે લોકસભાનાં સ્પીકર સુમિત્રા મહાજનની ચેમ્બર બહાર ધરણા યોજ્યા હતાં. આ વખતે પણ તેમને બળજબરીથી હટાવવામાં આવ્યા હતા.આંધ્ર પ્રદેશને સ્પેશિયલ રાજ્યનો દરજજો આપવાની માગણી સાથે ટીડીપીના સાંસદોએ સંસદનાં બંને ગૃહમાં ભારે હોબાળો મચાવીને હાથમાં પ્લે કાર્ડ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. માર્ચનાં મધ્યમાં તેમની આ માગણી નહીં સંતોષાતા ટીડીપીએ એનડીએ સાથેનું જોડાણ તોડી નાખ્યું હતું. આ પછી ટીડીપીએ સંસદમાં સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી પણ સ્પીકર દ્વારા તેને દાખલ કરવાની પરવાનગી અપાઈ ન હતી.આંધ્રના મુખ્ય મંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ આંધ્રને સ્પેશિયલ દરજ્જો આપવાનાં મુદ્દે ચર્ચા કરવા સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી હતી, જેને ધ્યાને લેવાઈ ન હતી. જોકે શુક્રવારે સંસદનાં બજેટસત્રને અચોક્કસ મુદત માટે મુલતવી રાખવાની જાહેરાત કરાઈ હતી. આ પછી આંધ્રની વિધાનસભામાં કેન્દ્ર સરકારની આપખુદશાહીનો વિરોધ કરતો ઠરાવ પસાર કરાયો હતો, ટીડીપીના સાંસદોના ભારે વિરોધ વચ્ચે અવિશ્વાસની દરખાસ્ત પર સંસદમાં ચર્ચા થઈ શકી નહોતી તેવી નોંધ લેવામાં આવી હતી.તો બીજી તરફ આંધ્રને સ્પેશિયલ દરજ્જાની માગણી સાથે આંધ્રના બીજા પ્રાદેશિક પક્ષ કે જે રાજ્યમાં ટીડીપીનો હરીફ પક્ષ ગણવામાં આવે છે તેવા વાયએસઆર કોંગ્રેસના ૫ સાંસદોએ ગયા અઠવાડિયે લોકસભામાંથી રાજીનામાં આપ્યાં હતાં અને દિલ્હીમાં આંધ્રભવન ખાતે ભૂખ હડતાળ પર બેઠા હતા.

Related posts

૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચુકવવા થઇ જાઓ તૈયાર

editor

મહારાષ્ટ્રમાં તમામ કેન્દ્ર સરકારી વિભાગોમાં મરાઠી ભાષાનો ઉપયોગ ફરજિયાત

aapnugujarat

विपक्ष के १०७ विधायक बीजेपी में होंगे शामिल : मुकुल रॉय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1