Aapnu Gujarat
खेल-कूद

મનુ ભાકર એક મહિનામાં ૭ ગોલ્ડ જીતી બની દેશની ‘ગોલ્ડન ગર્લ’

કોમનવેલ્થ ગેમ-૧૮માં ભારત એક પછી એક સ્થાન આગળ વધી રહ્યું છે. ચોથા દિવસે હરિયાણાની ૧૬ વર્ષીય શૂટર મનુ ભાકરે મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ખાસ વાત એ છેકે મનુ ભાકરે માર્ચથી અત્યાર સુધી લગભગ ૧ મહિનાના સમયમાં ૭ ગોલ્ડ મેડલ જીત્યા છે. આ અગાઉ તેણે એઇએસએસએફ વર્લ્ડ કપમાં બે સિંગલ અને ડબલ મેચમાં બે ગોલ્ડ પોતાના નામે કર્યા હતા. જે પછી આઇએસએસએફ જૂનિયર વિશ્વકપમાં મનુએ અલગ-અલગ મેચોમાં ૪ ગોલ્ડ મેડલ જીત્યા છે. મનુની જીત પછી માતા-પિતા અતિશય ખુશ છે. અભિનંદનના સંદેશાઓનો વરસાદ વરસી રહ્યો છે.મનુની માતા સુમેધા ભાકરે જણાવ્યું કે મનુ બે મહિનાથી ઘરની બહાર છે. તે પહેલા આઇએસએસએફ વર્લ્ડ કપ રમવા માટે ગઇ. ત્યારબાદ આઇએસએસએફ જૂનિયર વિશ્વ કપ રમવા માટે ચાલી ગઇ. હવે કોમનવેલ્થ ગેમમાં હિસ્સો લઇ રહી છે. મનુના ગોલ્ડ મેડલ જીતવા પર સુમેધા ભાકરનું કહેવું છે કે મનુ તો ગોલ્ડન ગર્લ છે. આ તેની આકરી મહેનત અને આખા દેશવાસીઓની દુઆઓનું પરિણામ છે કે તે સતત ગોલ્ડ મેડલ જીતી રહી છે. આ સાથે જ તેમણે કહ્યું કે, મનુ ફક્ત તેમની જ નહીં પરંતુ આખા દેશની દીકરી છે.યુનિવર્સલ સિનિયર સેકન્ડરી સ્કૂલની પ્રિન્સિપલ સુમેધા ભાકરે જણાવ્યું કે તેની દીકરીએ માત્ર બે વર્ષ પહેલા શૂટિંગ શરૂ કર્યું હતું. ફેબ્રુઆરી મહિનાની ૨૩ તારીખે તેને શૂટિંગ શરૂ કર્યે ૨ વર્ષ થયા છે. મનુએ શૂટિંગ પોતાના સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં શીખ્યું છે. ૧૬ વર્ષની મનુ રમત સાથે ભણવામાં પણ હોશિયાર રહી છે. તે અત્યારે અગિયારમા ધોરણમાં મેડિકલ સ્ટ્રીમમાં ભણી રહી છે. ૧૦મા ધોરણમાં પણ સીબીએસસી બોર્ડમાં ૧૦ સીજીપી લઇને સ્કૂલમાં ટોપ સ્થાન હાંસલ કર્યું હતું.ખાસ વાત એ છેકે મનુ શૂટિંગ પહેલા ૬ અન્ય રમતોમાં પણ પોતાને અજમાવી ચૂકી છે. મનુના પિતા રામકિશન ભાકરે કહ્યું કે, તે તો દર વર્ષે રમત બદલતી રહે છે. તે અત્યાર સુધી કરાટે, થાંગ ટા, સ્કેટિંગ, સ્વીમિંગ અને ટેનિસ રમી ચૂકી છે. તેમજ કરાટે અને થાંગ ટા (મણિપુરી માર્શલ આટ્‌ર્સ)માં નેશનલ લેવલે મેડલ જીતી ચૂકી છે. થાંગ ટા માં સતત ત્રણવાર નેશનલ ચેમ્પિયન રહી છે. સ્કેટિંગમાં પણ સ્ટેટ મેડલ જીતી ચૂકી છે. આ ઉપરાંત મનુ સ્કૂલ લેવલ પર સ્વીમિંગ અને ટેનિસ પણ રમી છે.

Related posts

कोहली के खिलाफ पहले टेस्ट में मुझे बढ़त हासिल होगी : हेजलवुड

editor

ऑस्ट्रेलियाई अखबारों के खिलाफ मानहानि का मुकदमा जीते गेल

aapnugujarat

ગુજરાતને મળશે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની ભેટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1