Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

બુલડોઝર સાથે અમારી હદમાં ઘૂસ્યા હતા ભારતના જવાનોઃ ચીન

ચીને ડોકલામ વિવાદ પર ૧૫ પેજ અને ૨૫૦૦ શબ્દોમાં એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે. તેણે આરોપ લગાવ્યો છે કે જૂનમાં ૪૦૦ જવાનો તેમના વિસ્તારમાં રોડ કન્સ્ટ્રક્શન અટકાવવા માટે ઘૂસી આવ્યા હતા. ભારતીય જવાનોએ ત્યાં તંબૂ તાણી દીધા હતા.
ચીનનો દાવો છે કે હજુપણ ભારતના ૪૦ સૈનિકો અને એક બુલડોઝર તેમના વિસ્તારમાં છે. જોકે ભારતનો એવો દાવો છે કે તેના સૈનિકો ડોકલામ વિસ્તારમાં ભૂટાનની ધરતી પર છે, ચીનની ધરતી પર નથી.ચીને ભારતને કહ્યું છે કે ભૂટાન તો બહાનુ છે. તેના બહાને ભારત દરમિયાનગીરી કરી રહ્યું છે. તેમણે તરત અને વગર કોઇ શરતે તેમના સૈનિકો ત્યાંથી હટાવી લેવા જોઇએ. આવું સ્ટેટમેન્ટ જાહેર કરવું અતિશય અસામાન્ય છે, જ્યારે ભારતીય એનએસએ અજિત દોભાલ ગયા અઠવાડિયે જ બેઇજિંગ ગયા હતા અને ચીનના એનએસએ યાંગ જિએચી સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી.આ નિવેદનમાં ચીને કહ્યું છે કે ૧૬ જૂન, ૨૦૧૭ના રોજ ચીને ડોંગલાંગ વિસ્તારમાં સડક બનાવવાની શરૂ કરી. ૧૮ જૂનના રોજ ૨૭૦થી વધુ ભારતીય સૈનિકો હથિયાર અને બે બુલડોઝર લઇને ત્યાં આવી ગયા. તેમણે સિક્કિમ સેક્ટમાં ડોકા લા દર્રા પાર કરીને બોર્ડર ક્રોસ કરી.ભારતીય સૈનિકો ચીનની સરહદમાં ૧૦૦ મીટર અંદર સુધી ઘૂસી આવ્‌ અને રોડ કન્સ્ટ્રક્શનમાં ખલેલ ઊભી કરી. તેનાથી જ વિસ્તારમાં તણાવ વધ્યો. ભારતીય જવાનોએ બુલડોઝર સાથે ઘૂસણખોરી કરી. એક સમયે ભારતીય જવાનોની સંખ્યા ૪૦૦ સુધીની થઇ ગઇ. તેઓ ૧૮૦ મીટર સુધી અંદર આવી ગયા અને ત્રણ તંબૂ લગાવી દીધા. જૂલાઇના અંત સુધીમાં અમારા વિસ્તારમાં ૪૦થી વધુ ભારતીય સૈનિક અને એક બુલડોઝર ગેરકાયદેસર રીતે હાજર હતા.”

Related posts

જાધવ કેસમાં રજૂઆત માટે છ મહિનાની મુદતની ભારતની માંગણી કોર્ટે ફગાવી : પાક.નો દાવો

aapnugujarat

રશિયા-ચીન સાથે યુદ્ધ થાય તો અમેરિકા હારી શકે ! : રિપોર્ટ

aapnugujarat

ન્યૂ ઓર્લિયન્સના ગોળીબારમાં 10 વર્ષિય બાળકનું મોત, 2 યુવાન ઘાયલ

editor

Leave a Comment

UA-96247877-1