Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ઇમરાન ખાન મને ગંદા મેસેજ મોકલે છેઃ પાકિસ્તાનની મહિલા નેતા આયેશા ગુલાલૈનો આરોપ

પાકિસ્તાનની તહરીક-ઇન્સાફ પાર્ટીના વડા ઇમરાન ખાન પર તેમની જ પાર્ટીની એક મહિલા નેતાએ ગંભીર આરોપ લગાવ્યા છે. આયેશા ગુલાલૈ નામની મહિલાએ ઇમરાનને કેરેક્ટરલેસ ગણાવતા કહ્યું કે, તે પાર્ટીની અન્ય મહિલાઓને પણ અશ્લીલ મેસેજ મોકલે છે. ઇમરાન પર આરોપ લગાવતી આયેશાનો વીડિયો પણ ખૂબ વાઇરલ થઇ રહ્યો છે.ઇમરાન ખાન પર સેક્સુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવતા આયેશાએ પાર્ટીની મેમ્બરશિપની સાથે જ નેશનલ એસેમ્બલીમાંથી રાજીનામું આપ્યું છે.
આયેશા એ મંગળવારે ઇમરાન ખાન પર આ આરોપો એક પ્રેસ કોન્ફરન્સ યોજીને લગાવ્યા હતા. આયેશા એ એમ પણ કહ્યું કે, ઇમરાન તેમને એટલા ગંદા મેસેજ મોકલતો હતો કે, તે બધાને કહી પણ નથી શકતી.આયેશા એ એમ પણ કહ્યું કે, ઇમરાન પોતાનાથી સારા લોકોની ઇર્ષા કરે છે.તે સિવાય આયેશાએ ખૈબર-પખ્તૂનખ્વાની પીટીઆઇ સરકાર તથા ચીફ મિનિસ્ટર પરવેઝ ખટ્ટક પર પણ કરપ્શનના આરોપ લગાવ્યા છે.જોકે, પીટીઆઇના નેતા શિરીન મઝારીએ આયેશાના આરોપોને નકારતા કહ્યું કે, તેમને પાર્ટી ઇલેક્શનમાં ટિકિટ આપવામાં ન આવી આથી તે આવા આરોપ લગાવી રહી છે.આયેશા એ ઇમરાન ખાન પર આરોપ લગાવતા કહ્યું કે, એક્સ પીએમ નવાઝ શરીફ ઇમરાન કરતાં ઘણા સારા માણસ છે.શરીફના વખાણ કરતાં આયેશા એ કહ્યું કે, નવાઝ પર ભલે ભ્રષ્ટાચારના આરોપ છે પરંતુ ઇમરાનની જેમ તેઓ કેરેક્ટરલેસ નથી.ઉલ્લેખનીય છે કે, પનામા પેપર લીક મામલામાં નામ આવ્યા પછી સુપ્રીમ કોર્ટે નવાઝ શરીફને દોષિત ઠેરવ્યા છે. જેને કારણે નવાઝે પીએમ પદેથી રાજીનામું આપવું પડ્યું.

Related posts

G20 Summit: PM Modi’s grand welcome on Osaka Airport

aapnugujarat

सही नियम से हो महाभियोग की जांच, तभी करेंगे सहयोग : ट्रंप

aapnugujarat

तालिबान के साथ अफगान शांति वार्ता फिर शुरू हो गई है : ट्रंप

aapnugujarat

Leave a Comment

UA-96247877-1