Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

રશિયા-ચીન સાથે યુદ્ધ થાય તો અમેરિકા હારી શકે ! : રિપોર્ટ

અમેરિકાની સંસદીય પેનલે બુધવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય સંકટોનો સામનો કરી રહ્યું છે, તથા તે રશિયા અને ચીન સાથે જો યુદ્ધ થાય તો હારી શકે તેવી સ્થિતિમાં છે. અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ આયોગને જવાબદારી સોંપી છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રીય રક્ષા રણનીતિ (એનડીએસ)નો અભ્યાસ કરે. નોંધનીય છે કે ટ્રમ્પની આ નીતિ રશિયા અને ચીન સાથે શક્તિ મેળવવાની નવી હોડને રેખાંકિત કરે છે.
ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટીના અનેક પૂર્વ અધિકારીઓની આ પેનલે જાણ્યું કે એક બાજુ જ્યાં અમેરિકી સેના બજેટમાં કાપનો સામનો કરી રહી છે ત્યાં તેમને મળનારી સુવિધાઓમાં પણ કમી આવી રહી છે. જ્યારે ચીન અને રશિયા જેવા દેશો અમેરિકાની તાકાત સાથે સંતુલન જાળવી રાખવા માટે પોતાની શક્તિ વધારી રહ્યાં છે.
આયોગનું કહેવું છે કે અમેરિકાની સૈન્ય શ્રેષ્ઠતા, જે દુનિયામાં તેની તાકાત સામે બધાને નતમસ્તક કરાવે છે, અને રાષ્ટ્રીય સુરક્ષા ખુબ જ ખતરનાક સ્તર સુધી ખરાબ થઈ છે.  પેનલે જાણ્યું કે આ સદીમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈ પર અમેરિકાનું ધ્યાન કેન્દ્રિત હોવાના કારણે યુદ્ધ કે અન્ય ક્ષેત્રો જેમ કે મિસાઈલ રક્ષા, સાઈબર અને અંતરિક્ષ અભિયાન સહિત અન્ય ક્ષેત્રોમાં તે પાછળ પડી રહ્યું છે.

Related posts

NASA to send golf cart-sized robot to moon in 2022 to search for deposits of water below surface

aapnugujarat

अमेरिकी विदेश विभाग ने दी चेतावनी, टीटीपी का लक्ष्य पाकिस्तान सरकार को खैबर पख्तूनख्वा से बाहर करना

aapnugujarat

ભારત અયોગ્ય વ્યાપાર નીતિ અફનાવી રહ્યું છેઃ અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલબર રૉસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1