Aapnu Gujarat
अंतरराष्ट्रीय समाचार

ન્યૂ ઓર્લિયન્સના ગોળીબારમાં 10 વર્ષિય બાળકનું મોત, 2 યુવાન ઘાયલ

અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં સોમવારે થયેલ ગોળીબારમાં 10 વર્ષીય બાળકનું મોત નીપજ્યું હતું અને બે કિશોરો ઘાયલ થયા હતા. પોલીસ વડા શૉન ફર્ગ્યુસને જણાવ્યું હતું કે, પોલીસ પણ સનીએ પાંચ વાગે થયેલ ફાયરિંગની સામે પ્રતિક્રિયા આપી રહી છે. ફર્ગ્યુસને કહ્યું કે ગોળીબારમાં 15-16 વર્ષની એક છોકરી અને 13 વર્ષનો એક છોકરો ઘાયલ થયો છે.જ્યાં એક 10 વર્ષિય બાળકનું મોત નીપજ્યું. તેમણે કહ્યું કે ફાયરિંગ પાછળનું કારણ જાણી શકાયું નથી અને હજી સુધી કોઈ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ થઈ નથી. ફર્ગ્યુસને જણાવતા કહ્યું હતું કે પીડિતો ન્યૂ ઓર્લિયન્સના સાતમા વોર્ડમાં એક રસ્તા પર ઉભા હતા,ત્યારે કેટલાક લોકોએ તેમના પર ગોળીબાર કર્યો. તેમણે સાક્ષીઓને આગળ આવવા અને ઘટના વિશે માહિતી આપવા માટે અપીલ કરી હતી.

Related posts

सीरिया के घउता में हवाई हमला, मरनेवालों की संख्या ८०० तक पहुंची

aapnugujarat

पाकिस्तान के क्वेटा में विस्फोट, दो की मौत, 25 घायल

aapnugujarat

अफगानिस्तान में बस धमाका, 5 लोगों की मौत

editor

Leave a Comment

UA-96247877-1