Aapnu Gujarat
खेल-कूद

અમે હંમેશાં ભારતને બતાવ્યું છે કે ચીન શું કરી શકે છે, હવે વિજેન્દ્રને સબક શિખવીશઃ જુલ્પિકાર

ચીનના બોક્સર જુલ્પિકાર માઈમાઈતિયાલી અને ભારતના વિજેન્દ્રસિંહ વચ્ચે આગામી શનિવારે રિંગમાં મુકાબલો થવાનો છે, પરંતુ એ પહેલાં જ વાકયુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. જુલ્પિકારે કહ્યું છે, ”અમે (ચીન) વારંવાર ભારતને બતાવી આપ્યું છે કે અમે શું કરી શકીએ છીએ, હવે વિજેન્દ્રને સબક શિખવવાનો સમય છે.”બીજિંગ ઓલિમ્પિક ૨૦૦૮માં બ્રોન્ઝ મેડલ જીતનારા વિજેન્દ્રે ચીની બોક્સર પર વ્યંગ કરતાં કહ્યું હતું, ”હું બહુ જલદી મુકાબલો ખતમ કરવાની કોશિશ કરીશ, કારણ કે ચાઇનીઝ માલ બહુ ટકતો નથી.”  ડબલ્યુબીઓ ઓરિએન્ટલ સુપર મિડલવેઇટ ચેમ્પિયન જુલ્પિકારે વળતો હુમલો કરતાં કહ્યું, ”હું વિજેન્દ્રને બતાવીશ કે ચીનના લોકો કેટલા સક્ષમ છે. અમે વારંવાર ભારતને બતાવી આપ્યું છે કે ચીન શું કરી શકે છે. સમય આવી ગયો છે કે વિજેન્દ્રને સબક શિખવવામાં આવે. હું તારા ઘરમાં પાંચ ઓગસ્ટે આવી રહ્યો છું. વિજેન્દ્રનો બેલ્ટ પણ હું મારી સાથે લઈ જાઈશ. હું શરૂઆતના રાઉન્ડમાં જ તને નોકઆઉટ કરી દઈશ.”
બંને બોક્સર વચ્ચે આ બેવડો ખિતાબી મુકાબલો છે. આ મુકાબલામાં ડબલ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ચેમ્પિયન વિજેન્દ્રસિંહ અને ડબલ્યુબીઓ ઓરિએન્ટલ સુપર મિડલવેઇટ ચેમ્પિયન જુલ્પિકારના વર્તમાન ખિતાબ દાવ પર લાગ્યા છે.
આ મુકાબલાને બેટલ ગ્રાઉન્ડ એશિયાનું નામ આપવામાં આવ્યું છે.પોતાની તૈયારી અંગે જુલ્પિકારે કહ્યું, ”હું સંપૂર્ણપણે તૈયાર છું. આ મેરી કરિયરનો મોટો મુકાબલો હશે, કારણ કે મારી નજર ખિતાબ પર છે. હું નથી માનતો કે વિજેન્દ્ર મારી સામે ઊભો પણ રહી શકશે.”

Related posts

नडाल ने रोजर्स कप के सेमीफाइनल में बनाई जगह

aapnugujarat

ભારત-ન્યુઝીલેન્ડની વચ્ચે આજે અંતિમ ટ્‌વેન્ટી જંગ

aapnugujarat

वनडे में भी नंबर-1 बना भारत:तीसरे मैच में न्यूजीलैंड को 90 रन से हराया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1