Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ કરતાં ઉપરાષ્ટ્રપતિનું બજેટ છ ગણું વધારે હોય છે

આમ તો સામાન્ય રીતે રાષ્ટ્રપતિનું પદ ઉપરાષ્ટ્રપતિ કરતા ઉંચેરું છે. ત્યારે ઉપરાષ્ટ્રપતિને ભલે રાષ્ટ્રપતિની જેમ રાષ્ટ્રપતિ ભવનની સુવિધા ન મળે. પરંતુ બજેટની રીતે ઉપ રાષ્ટ્રપતિને રાષ્ટ્રપતિ કરતાં વધુ રકમની ફાળવણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે રાષ્ટ્રપતિને ૬૬ કરોડનું બજેટ ફાળવાયું છે તો બીજી તરફ ઉપરાષ્ટ્રપતિને તેમના કરતાં છ ગણું વધારે એટલે કે ૩૭૭.૨૧ કરોડનું બજેટ ફાળવવામા આવ્યું છે.
આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિને નિર્ણય લેવામાં કેન્દ્રીય પ્રધાનમંડળની મરજી પર આધાર રાખવો પડતો નથી. તે રીતે તેઓ કોઈ બાબતે નિર્ણય લેવામાં સ્વતંત્ર છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ એક રાષ્ટ્રીય સમાચાર ચેનલના પણ વડા ગણાય છે. ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉચ્ચ સદન રાજ્યસભાના ચેરમેન ગણાય છે. તેથી તે હોદાની રૂએ તેમની પાસે તેમનું સચિવાલય હોય છે. જેમાં ૧૫૦૦થી વધુ અધિકારી અને કર્મચારી છે. જ્યારે રાજ્યસભાને તેની પોતાની ટીવી ચેનલ રાજ્યસભા ટીવી પણ મળેલી છે. ઉપરાષ્ટ્રપતિને તેમની રીતે નિર્ણય લેવા તેમજ રાજ્યસભાના ભારેખમ સચિવાલયના સંચાલન માટે નાણાં મંત્રાલય તરફથી આવી મોટી રકમનું બજેટ ફાળવવામાં આવે છે. જોકે આવી સુવિધા છતાં રાષ્ટ્રપતિ બાદ તેમનું સ્થાન આવે છે. અને તેથી તેમના માટે કેટલીક બાબતો તેમના માટે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. જેમ કે તેમને રાષ્ટ્રપતિ તેમની ઈચ્છાથી તેમના પદ પરથી ગમે ત્યારે હટાવી શકે છે. જ્યારે રાષ્ટ્રપતિને તેમના પદ પરથી હટાવવા મહાભિયોગ ચલાવવાની ફરજ પડે છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિને રહેવા માટે આલિશાન રાષ્ટ્રપતિ ભવનની સુવિધા મળે છે ત્યારે ઉપરાષ્ટ્રપતિને જે બંગલો મળે છે તે કેબિનેટ કક્ષાના પ્રધાન સ્તરનો બંગલો હોય છે.

Related posts

Islamic rebels spreading terror throughout J&K and elsewhere in India: U.S. lawmaker

aapnugujarat

World Bank reduced India’s growth rate to 6% from 6.9%

aapnugujarat

लोकसभा में बोले गृहमंत्री – कश्मीर में स्थिति नॉर्मल है लेकिन कांग्रेस की नहीं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1