Aapnu Gujarat
મનોરંજન

જ્હૉન અબ્રાહમે કોમેડી ફિલ્મ કરવાની ઇચ્છા વ્યકત કરી

આગેવાન અભિનેતા જ્હૉન અબ્રાહમે કહ્યું હતું કે અત્યાર સુધી મેં મોટે ભાગે એક્શન ફિલ્મો કરી છે. હવે મને ફરી એકવાર કોમેડી કરવાની તલબ લાગી છે. હું કોમેડી કરવા માટે રીતસર તડપી રહ્યો છું. એ માટે મેં દોસ્ત અને ટોચના અભિનેતા અક્ષય કુમાર સાથે વિગતવાર વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે કોમેડી સૌથી વધુ અઘરી જેનર છે. બીજી બધી એક્ટિંગ કરવા સહેલી છે. કોમેડી કરવી સૌથી વધુ મુશ્કેલ છે. દર્શકોને હસાવવાનું કામ સહેલું નથી. એમાં ટાઇમિંગ અને ડાયલોગ ડિલિવરી બધું અલગ રીતે રજૂ કરવું પડે’ એમ જ્હૉને કહ્યું હતું. એણે કહ્યું કે મેં અને અક્ષયે ગરમ મસાલા ફિલ્મ કરી ત્યારે અમને ખૂબ આનંદ આવ્યો હતો. મને એમ લાગે છે કે અમારે બંનેએ ગરમ મસાલા ટુ કરવી જોઇએ. મારે અક્ષય સાથે આ બાબતમાં વિગતવાર વાત પણ થઇ છે. જ્યારે જ્યારે ગરમ મસાલા ફિલ્મ જોઉં છું ત્યારે સતત એવા વિચારો આવે છે કે હવે ક્યારે આ ફિલ્મની સિક્વલ બનાવીએ ? મેં ગરમ મસાલાના નિર્માતા રતન જૈન સાથે પણ આ બાબતમાં વાત કરી છે. હું કોમેડી કરવા માટે રીતસર તડપી રહ્યો છું. ગરમ મસાલા ટુ બને એ મારા જીવનનો સૌથી આનંદદાયક દિવસ હશે. જોઇએ, ક્યારે કેવી રીતે એ બને છે…. ૧૫મી ઑગષ્ટે જ્હૉનની સત્યમેવ જયતે અને અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ બોક્સ ઑફિસ પર ટકરાશે.

Related posts

ड्रग एंगल पर बोली रवीना – सेलेब्रिटीज को निशाना बनाना आसान

editor

मैं अपनी फिल्मों की जिम्मेदारी से खुद को अलग नहीं करूंगा : अर्जुन

aapnugujarat

पायल घोष ने महाराष्ट्र के गृहमंत्री से मांगी वाई-स्तरीय सुरक्षा

editor

Leave a Comment

UA-96247877-1