Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના ૬૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો

રાજ્યમાં મેઘરાજાની પધરામણી થઈ ગઈ છે. છેલ્લાં ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થયો છે. રાજ્યના ૬૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૨૬-૬-૨૦૧૮ને સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ચોવીસ કલાક દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ૨૯૪ મીમી એટલે કે બાર ઇંચ જેટલો, વલસાડ તાલુકામાં ૨૮૮ મીમી એટલે કે અગિયાર ઇંચ, વાપીમાં ૨૫૧ મીમી એટલે કે દસ ઇંચ, ડાંગ જિલ્લાના વધઈમાં ૨૨૪ મીમી એટલે કે નવ ઇંચ અને અરવલ્લી જિલ્લાના ધનસુરામાં ૨૦૯ મીમી એટલે કે આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના વડોદરા તાલુકામાં ૧૭૫ મીમી નેત્રંગમાં ૧૮૧ મીમી, ડોલવણમાં ૧૭૧ મીમી માંગરોળમાં ૧૭૪ મીમી મળી કુલ ચાર તાલુકામાં સાત ઈંચ, ચીખલી તાલુકામાં ૧૫૨ મીમી અને ખેરગામમાં ૧૬૮ મીમી મળી કુલ બે તાલુકામાં છ ઇંચ, વાલિયામાં ૧૩૬ મીમી, ઉમરપાડામાં ૧૩૦ મીમી, વાંસદામાં ૧૨૫ મીમી મળી કુલ ૩ તાલુકામાં પાંચ ઇંચથી વધુ અને વિજયનગર તાલુકામાં ૧૧૦ મીમી, કપડવંજમાં ૧૦૬ મીમી, વાલોડમાં ૧૦૬ મીમી, કામરેજમાં ૧૦૫ મીમી મળી કુલ ચાર તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ભીલોડામાં ૮૭ મીમી, કરજણમાં ૮૩ મીમી, વાઘોડિયામાં ૭૬ મીમી અંકલેશ્વરમાં ૮૮ મીમી મળી કુલ ચાર તાલુકામાં ત્રણ ઈંચથી વધુ અને હિંમતનગર તાલુકામાં ૬૯ મીમી પોશીનામાં ૬૯ મીમી, ગળતેશ્વરમાં ૫૯ મીમી, આણંદમાં ૫૯ મીમી, લીમખેડામાં ૭૩ મીમી, તીલકવાડામાં ૫૨ મીમી, ડેડીયાપાડામાં ૬૬ મીમી વધઈમાં ૫૨ મીમી, મહુવામાં ૭૧ મીમી, ગણદેવીમાં ૫૮ મીમી મળી કુલ ૧૩ તાલુકામાં બે ઈંચથી વધુ જ્યારે અન્ય ૩૦ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

Related posts

વિરમગામના મહાલક્ષ્મી પોળ યુવક મંડળ દ્વારા રાષ્ટ્રહિતમાં ૧૦૦ ટકા મતદાન માટે પ્રતિજ્ઞા લેવામાં આવી

aapnugujarat

પૂર્વ પતિ પરેશાન કરતો હોવાથી યુવતીે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

aapnugujarat

શહેરી વિકાસ માટે ૨૪ હજાર કરોડની બજેટ જોગવાઈ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1