Aapnu Gujarat
ગુજરાત

નાના ચિલોડામાં મહિલાનો હાથ કાપીને હત્યા કરવાના કેસમાં ૫ ઝડપાયા

નાના ચિલોડામાં શનિવારે રાત્રે મહિલાનો હાથ કાપ્યા બાદ હત્યાના ચકચારભર્યા કેસમાં નરોડા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. કેટરિંગમાં કામ કરતા યુવકોએ મહિલાની કરપીણ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પ્રેમ સંબંધના કારણે આ હત્યા થઇ હોય તેવી પોલીસે આશંકા વ્યકત કરી છે. મહિલાની હત્યામાં પ્રેમી સહિત પાંચ આરોપીઓની ધરપકડ થતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ચકચારભર્યા આ બનાવની વિગત એવી છે કે, નરોડા પોલીસને શનિવારે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે નાના ચિલોડા વિસ્તારમાં એક મહિલાની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી છે. પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. સ્થળ પર તપાસ કરતાં મૃતક મહિલા પોશીબહેન ઉર્ફે પોશીબહેન મોહનભાઇ મારવાડી હોવાનું બહાર આવ્યું હતું. પોશીબહેનને તેમના પતિ સાથે અણબનાવ હોવાથી તેઓ અલગ રહે છે અને કેટરિંગનો કોન્ટ્રાકટ રાખી પોતાનું ગુજરાન ચલાવે છે. પોશીબહેનને તેના જ કેટરિંગના કોન્ટ્રાકટમાં કામ કરતા અને મૂળ હરિયાણાના વિનોદકુમાર નામના યુવક સાથે આડા સંબંધ હતા. શનિવારે પોશુબહેન પર અજાણ્યા શખ્સોએ ધારિયા વડે હુમલો કર્યો હતો. જેેમાં સૌ પ્રથમ તેમનાં હાથ કાપી નાખ્યા બાદ શરીર પર ધારિયા વડે હુમલો કરી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે પોશીબહેનના પ્રેમી વિનોદકુમાર, સુમિતકુમાર, બીજેન્દ્ર, સંદીપ અને એક સગીર યુવકની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ નાના ચિલોડા રબારી વાસમાં રહે છે અને મૂળ હરિયાણાના વતની હોવાની હકીકત પણ તપાસમાં ખુલી છે. નરોડા પોલીસે આરોપીઓ સામે મર્ડર સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Related posts

જમીન એનએ કરવા કામગીરી ઓનલાઇન કરવાની શરૂઆત

aapnugujarat

તાજપુર નારાયણ ધામ કોવિડ હોસ્પિટલ ખાતે ૨૭પ બેડની સુવિધા કરાઈ

editor

વિરમગામ ખાતે પોષણ માસ ઉજવણીનો શુભારંભ કરાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1