Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી વિરૂદ્ધ સામનામાં લેખ બદલ સંજય રાઉત સામે એફઆઈઆર

શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતની મુશ્કેલીમાં ફસાયા છે. યુબીટીમુખપત્ર સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ લખેલા તેમના લેખે તેમને મુશ્કેલીમાં મુકી દીધા છે, તેમની વિરુદ્ધ યવતમાલ જિલ્લાના ઉમરખેડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆરનોંધવામાં આવી છે.
યુબીટીમુખપત્ર સામનામાં ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ એક લેખ લખવામાં આવ્યો હતો. ભાજપના યવતમાલ સંયોજક નીતિન ભૂતડાની ફરિયાદના આધારે આ લેખ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. ભૂતડાનો આરોપ છે કે આ લેખમાં પીએમ મોદી વિરુદ્ધ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે રવિવારના રોજ કોંગ્રેસને ચેતવણી આપી હતી કે જો ગાંધી પરિવારના નજીકના લોકો પીએમ મોદીને અનુકૂળ રાજનીતિ કરવાની ચાલુ રાખશે તો દેશની સૌથી જૂની પાર્ટીને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. પાર્ટીના મુખપત્ર સામનામાં પ્રકાશિત તેમની સાપ્તાહિક કોલમ રોકથોકમાં રાઉતે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (ઈવીએમ) અંગે ચિંતા વ્યક્ત કરવા હાકલ કરી હતી. સંજય રાઉતે દાવો કર્યો હતો કે મધ્યપ્રદેશમાં જયારે મતપત્રની ગણતરી થઇ રહી હતી ત્યારે કોંગ્રેસ ૧૯૯ સીટો પર આગળ હતી પરંતુ ઈવીએમથી ગણતરી શરુ થતા જ પરિસ્થિતિઓ બદલાઈ ગઈ હતી. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથનો ઉલ્લેખ કરતા સંજય રાઉતે કહ્યું, ’જો ગાંધી પરિવારની આસપાસના લોકો મોદી અને શાહ માટે અનુકૂળ રાજનીતિ કરશે, તો ૨૦૨૪માં વધુ જોખમ રહેશે.’ કમલનાથે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણી દરમિયાન કોંગ્રેસના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કહ્યું કે મોદીનો જાદુ ત્રણ રાજ્યોમાં કામ કરી ગયો પરંતુ તેલંગાણામાં તે કામ ન કરી શક્યો. આ ભ્રમ છે કે કોંગ્રેસ મોદીને હરાવી શકતું નથી.
સંજય રાઉતે વર્ષ ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કોંગ્રેસે અગાઉ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવ્યું છે. રાઉતે કહ્યું કે રાજસ્થાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીઓ અનુક્રમે અશોક ગેહલોત અને ભૂપેશ બઘેલ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમ છતાં કોંગ્રેસ બંને રાજ્યોમાં હારી ગઈ હતી.

Related posts

सुप्रीम कोर्ट ने केंद्र से विजय माल्या के प्रत्यर्पण को लेकर 6 हफ्तों में मांगी स्टेटस रिपोर्ट

editor

અમે કચરો એકઠો કરવા માટે નથીઃ સુપ્રીમ કોર્ટની કેન્દ્ર સરકારને ફટકાર

aapnugujarat

રાહુલ કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે બિનહરીફ : ૧૬મીએ તાજપોશી

aapnugujarat
UA-96247877-1