Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સબ રજીસ્ટાર ૧.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયા

સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારનું પ્રમાણ ઓછું થાય તે માટે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનેક સરકારી બાબુઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે તેમ છતાં કેટલાક લોકો એવા છે કે હજી પણ સુધારવાનું નામ નથી લઈ રહ્યા. શહેરમાં દિવસે દિવસે લાંચિયા બાબુઓના લાંચ લેવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વેજલપુર રજીસ્ટર કચેરીમાં સબ રજીસ્ટાર વર્ગ-૩ સોસાયટીના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવા માટે રૂ. ૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. વેજલપુરમાં આવેલ રજીસ્ટાર કચેરીમાં તુલસીદાસ પુરૂષોત્તમભાઇ મારકણા વર્ગ-૩ સબ રજીસ્ટાર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે વેજલપુરમાં આવેલી એક સોસાયટીના મકાનોના દસ્તાવેજો રજીસ્ટર કરાવવા માટે તુલસીદાસે કુલ રૂ. ૧.૫૦ લાખની લાંચ માંગી હતી. પરંતુ ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ત્યારે એસીબીએ છટકુ ગોઠવીને સબ રજીસ્ટારને રૂ. ૧.૫૦ લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આરોપી એ એક મકાનના દસ્તાવેજ રજીસ્ટર કરાવી આપવાના રૂ. ૫ હજાર કીધા હતા. આમ કુલ ૩૦ દસ્તાવેજો રજીસ્ટર કરાવી આપવાના રૂ. ૧.૫૦ લાખની માંગણી કરવામાં આવી હતી. જેમાં આરોપીએ ૧૪ દસ્તાવેજ ગુરૂવારનાં દિવસે અને ૧૭ દસ્તાવેજ શુક્રવારે રજીસ્ટર કરાવી આપવાનું જણાવ્યુ હતુ. હાલમાં પોલીસે આરોપી ની ધરપકડ કરી ને વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, આ કેસમાં અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ તેની પણ તપાસ એસીબી દ્વારા કરવામાં આવશે.

Related posts

માથાસુરની બી.એચ.પટેલ સ્કૂલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

aapnugujarat

પંચાયત તલાટીઓની પગાર વિસંગતા દૂર કરવાનો નિર્ણય

aapnugujarat

બોડેલીમાં નાયબ મામલતદાર અને સ્ટેમ્પ વેન્ડર વચ્ચેની બબાલનો વિડિયો વાયરલ

aapnugujarat
UA-96247877-1