Aapnu Gujarat
મનોરંજન

સારાઅલી ખાન ડેબ્યુ કરવા માટે તૈયાર

બોલિવુડમાં વધુ એક સ્ટાર કલાકારની એન્ટ્રી થઇ રહી છે. સેફઅલી ખાનની પુત્રી સારાઅલી ખાન બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહી છે. તે હાલમાં શુટિંગમાં વ્યસ્ત છે. સારા ખાનનો હાલમાં ફોટોગ્રાફર સતત પીછો કરી રહ્યા છે જેથી તે તમામ માહિતી છુપાવવાના પ્રયાસ કરી રહી છે. સારા અલી ખાન અબિષેક કપુરની નવી ફિલ્મ કેદારનાથના શુટિંગમાં વ્યસ્ત છે.  આ ફિલ્મ બોક્સ ઓફિસ પર વધારે સફળ રહી ન હતી. હાલમાં સારા અલી ખાન મુંબઇના એક લોકપ્રિય સલુનમાંથી બહાર નિકળતા કેમેરામાં કેદ થઇ ગઇ હતી. સારાએ પોતાના ચહેરાને ઢાકવાના તમામ પ્રયાસ કર્યા હતા. તેની આ ઝલકને જોઇને ચર્ચા છે કે સારા પોતાની ડેબ્યુ ફિલ્મમાં લુકને છુપાવવાના તમામ પ્રયાસ કરી રહી છે. પોતાની પ્રથમ ફિલ્મ અંગે તમામ પ્રકારની માહિતી હાલમા જાહેર કરવામાં આવી રહી નથી. સુશાંત બોલિવુડમાં ગળા કાપ સ્પર્ધા હોવા છતાં પોતાની લોકપ્રિયતાને ટકાવી રાખવામાં સફળ રહ્યો છે. તે કેટલીક સારી ફિલ્મો કરી ચુક્યો છે. જેમાં ભારતીય ક્રિકે સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીની લાઇફ પર બનેલી ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ તમામ ચાહકોને ગમી ગઇ હતી. સેફ અલી ખાને હાલમાં કહ્યુ હતુ કે તેમની પુત્રી બોલિવુડમાં કામ કરનાર છે. બોલિવુડના તમામ સુપરસ્ટારના બાળકો એન્ટ્રી કરી રહ્યા છે. અનિલ કપુરનો પુત્ર હર્ષવર્ધન, જેકી શ્રોફનો પુત્ર ટાઇગર, સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા પહેલાથી જ એન્ટ્રી કરી ચુકી છે.શ્રીદેવીની પુત્રી પણ એન્ટ્રી કરવા જઇ રહી છે. શાહરૂખની પુત્રી પણ એન્ટ્‌ી કરશે.

Related posts

कास्टिंग के लिए सारा ने मुझे मेसेज कर-कर पका दिया था : रोहित शेट्टी

aapnugujarat

દેલવાડા ખાતે સી.આર.સી. કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

aapnugujarat

પ્રિતિકા ચૌહાણની ડ્રગ્સ ખરીદવાના આરોપમાં ધરપકડ

editor

Leave a Comment

UA-96247877-1