Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ મામલતદાર કચેરીમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ રહેતાં નાગરીકોને પડતી મૂશ્કેલીને લઇને આમ આદમી પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું

વિરમગામ શહેરમાં તાલુકા સેવાસદન કચેરીઓ ખાતે જીસ્વાન ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા રોજબરોજ  પોતાના કામ અર્થે આવવા ખેડૂતો-અરજદારો ઘરમ ઘક્કા ખાઇ પાછા ફરવું પડે છે. વિરમગામ શહેરમાં તાલુકા ના 67 ગામો સાથે જોડાયેલો અમદાવાદ જિલ્લાનો સૌથી મોટો  તાલુકો વિરમગામ છે.વિરમગામ મામલતદાર કચેરીમાં ઇ-ધરા વિભાગના તેમજ  ૭/૧૨ અને ૮ (અ)ના ઉતારાની નકલ, વારસાઇ,આઘારકાર્ડ, સ્માર્ટ કાર્ડ, દસ્તાવેજો સહિત પ્રજાલક્ષી કાર્યો  તથા અન્ય કામગીરી માટે ખેડૂતો તથા અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે. આ સંદર્ભે મળતી માહિતી અનુસાર વિરમગામ તાલુકામાં આવેલાં 67 ગામડાંઓની પ્રજા દસ્તાવેજી, વારસાઇ અને ૭/૧૨ અને ૮(અ)ના ઉતારાની નકલ માટે તથા અન્ય કામકાજ માટે વિરમગામ મામલતદાર કચેરીમા છેલ્લા ઘણા દિવસ થી વારંવાર   ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા કોમ્પ્યુટર લગતી દરેક  કામગીરી ઠપ થતા આ સમસ્યા સર્જાઇ છે. ૭/૧૨ અને ૮(અ) નકલ તથા વારસાઇનું કામ થતું નથી. ખેડૂતો તથા અરજદારોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.તેમજ હાલ મા નવા શૈક્ષણિક સત્ર શરૂ થતાં ની સાથેજ વિઘાર્થી ઓ ના ક્રિમિનલ, આવક, જાતીના દાખલા કઢાવવા માટે રોજ લાંબી કતાર મા ઉભા રહે છે. પરંતું વારંવાર ઇન્ટરનેટ કનેક્ટીવીટી ખોરવાતા વિઘાર્થી ઓ તેમજ અન્ય અરજદારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ત્યારે આજરોજ વિરામગામ આમ આદમી પાર્ટી ના કાર્યકરો દ્વારા મામલતદાર કચેરી તરફથી પડતી મૂશ્કેલી ને લઇ ને નાયબ કલેકટર પ્રશસ્તિ પારીક ને રજુઆત કરી હતી. અને આ બાબતે લેખીત આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે વિરમગામ તાલુકાના નાગરીકો ને રેશનકાર્ડ માટે લઇને કામ માટે  આવતાં નાગરિકો ના મામલતદાર કચેરી માં કોઇ કામ થતાં નથી. કર્મચારીઓ દ્વારા ઇન્ટરનેટ કનેક્ટીવીટી બંઘ હોય તેમ જણાવી પાછાં કાઢે છે. તેમજ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા  માટે આમ આદમી પાર્ટી વિરમગામ વિઘાનસભા ના સંગઠન સચિવ રાજેશ કારેલીયા સહિત આપ ના કાર્યકરો એ વિરમગામ નાયબ કલેક્ટર ને  આવેદન પત્ર આપ્યુ હતુ.

:- રિપોર્ટર-અમિત હળવદીયા, વિરમગામ

Related posts

શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વડોદરા કલેકટર કચેરી ખાતે શહેર-જિલ્લાના બીઆરસી/સીઆરસી કો-ઓર્ડીનેટર સાથે પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવા અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું

aapnugujarat

किसानों से धान, मक्का, बाजरा, मूंग, उड़द और सोयाबीन की समर्थन मूल्य पर खरीदी की जाएगीः कृषि मंत्री फल्दु

editor

પાવીજેતપુર પોલીસે પાલીયા ગામના કોતર પાસેથી ત્રણ મોટર સાયકલ સહિત ૨,૫૧,૪૭૦ /- નો મુદ્દામાલ જપ્ત કર્યો. અંધારાનો લાભ લઈ આરોપીઓ ભાગવામાં સફડ..

editor

Leave a Comment

UA-96247877-1