Aapnu Gujarat
ગુજરાત

પાનીહાટી ચિડા-દહીં મહોત્સવની હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે થયેલ ઉજવણી

દર વર્ષની જેમ આ વર્ષે પણ હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્રારા ચિડા-દહીં મહોત્સવની ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં પાલકી ઉત્સવ, ભગવાન શ્રી શ્રી નિતાઈ ગૌરાંગને ભવ્ય અભિષેક અને નૌકાવિહાર તેમજ ઉપસ્થિત સર્વે ભક્તોનો ચિડા-દહીં મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યુ હતું.

ઉત્સવ દરમ્યાન મંદિરમાં આવેલ કુંડને રંગબેરંગી ફૂલો કે જે નિર્મળ જળ ઉપર તરતા રહે તેમ સુંદરરીતે શણગારવામાં આવ્યો હતો. ભગવાન શ્રી શ્રી નિતાઈ ગોરાંગને મંદિરના મુખ્ય ગર્ભગૃહમાંથી સુંદર રીતે શણગારેલ પાલકી દ્રારા મંદિરકુંડમાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ ભગવાનશ્રીનો દૂધ, દહીં, મધ, ગોળનુ પાણી, અને વિશેષ ફળોના રસ દ્રારા ભવ્ય અભિષેક કરવામાં આવ્યો. અભિષેકના જ ભાગરૂપે ભગવાનની પ્રતિમાને કુંડમાં ડૂબાડીને સ્નાન કરાવવામા આવ્યું તેમજ તેમને પૂષ્પો અર્પણ કરવામાં આવ્યા. અભિષેક બાદ ભવ્ય આરતી કરવામાં આવી અને ત્યારબાદ ભગવાનની પ્રતિમાને મંદિરના કુંડમાં નૌકાવિહાર કરાવવામાં આવી. પૌઆને ઘટ્ટકરલે દૂધ, દહીં, ખાંડ, કેરી વિગેરે સાથે મિશ્ર કરીને જે રીતે રઘુનાથ દાસા કે જે ચૈતન્ય મહાપ્રભુ (ભગવાન શ્રીકૃષ્ણનો જ અવતાર) ના સર્વોચ્ચ ભક્ત હતા જેમણે આશરે 500 વર્ષ પહેલા કલકત્તા નજીક આવેલ પાનીહાટી ગામમાં એ સમયે ભક્તો માટે જે રીતે બધી તૈયારી કરી હતી તે મુજબ વિવિધ પ્રકારના સ્વાદિષ્ટ વ્યંજનો બનનાવવામાં આવ્યા હતા. આ બધા જ વ્યંજનો ભગવાન શ્રી શ્રી નિતાઈ-ગૌરાંગને અર્પણ કર્યા બાદ હાજર સૌ ભાવિભક્તોમાં પ્રસાદરૂપે વિતરણ કરવામાં આવ્યું.

Related posts

શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને મજૂરીનો ખર્ચ મેળવવામાં ફાંફા

aapnugujarat

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનાં ઘરે પુત્રનાં લગ્નમાં શંકર ચૌધરી અને અલ્પેશની ઉપસ્થિતિથી રાજકારણ ગરમાયું

aapnugujarat

जलधारा वोटर पार्क के कॉन्ट्राक्टर पर सत्ताधिकारी मेहरबान दिखे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1