Aapnu Gujarat
ગુજરાત

વટવાનાં સત્યેન્દ્ર હત્યા કેસમાં પત્ની અને તેના પ્રેમીની ધરપકડ

શહેરના વટવા વિસ્તારમાં યુવકની માથામાં બોથડ પદાર્થ મારી કરાયેલી કરપીણ હત્યાના કેસમાં પોલીસે આઠ દિવસ બાદ આખરે ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પહેલેથી જ આશંકા હતી તે મુજબ, મરનારની પત્નીએ જ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દેવડાવ્યો હતો. પોલીસ તપાસમાં એવી ચોંકાવનારી હકીકતનો ખુલાસો થયો હતો કે મરનાર યુવકના માસિયાઇ ભાઇ સાથે જ તેની પત્ની પ્રેમમાં પડી હતી અને પ્રેમમાં અડચણરૂપ હોવાથી બંનેએ કાવતરૂં રચી તેનો કાંટો કાઢયો હતો પરંતુ આખરે પોલીસના હાથે પકડાઇ ગયા હતા. પોલીસે આરોપી પત્ની ગાયત્રી અને તેના પ્રેમી બ્રિજેશ ટાકીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવની વિગત એવી છે કે, શહેરના વટવા વિસ્તારમાં આવેલા રંગોલીનગર ખાતે લેબર કોન્ટ્રાકટર સત્યેન્દ્રકુમાર તેની પત્ની ગાયત્રી અને પાંચ વર્ષની પુત્રી પ્રતિજ્ઞા સાથે રહે છે. આઠેક દિવસ પહેલાં સત્યેન્દ્રકુમારની લાશ મકાનમાંથી લોહીલુહાણ હાલતમાં મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. પોલીસ પૂછપરછમાં એ વખતેમરનારની પત્ની ગાયત્રીએ પોલીસને જણાવ્યું હતું કે, તેણી ગઇકાલે સાંજે શાક લેવા તેની પુત્રીને લઇ બજારમાં ગઇ હતી. ઘેર પરત આવીને જોયું તો, તેના પતિની લાશ લોહીલુહાણ હાલતમાં ઘરમાં મળી આવી હતી. જો કે, પોલીસે સમગ્ર ઘટનામાં શંકાના દાયરામાં પત્ની સહિતના શકમંદોને લીધા હતા. પરંતુ પોલીસે જયારે મરનારની પાંચ વર્ષની પુત્રીને પણ પ્રેમથી સમજાવી વાતવાતમાં પૂછપરછ કરી તો તેણીએ એવો ચોંકાવનારો ખુલાસો કર્યો કે, કાલે સાંજે બ્રીજેશ ટાકીયા ઉર્ફે ચાચુ ઘેર આવ્યા હતા. મમ્મીએ દરવાજો ખોલ્યો હતો એ વખતે પપ્પા સૂતા હતા. ત્યારબાદ મમ્મીએ રસોડામાં જઇ માળિયામાંથી હથોડી ઉતારી ચાચુને આપી હતી અને પછી ચાચુએ પપ્પા સૂતા હતા તેમના માથામાં જોરથી હથોડી મારી હતી અને જતા રહ્યા હતા. મમ્મીએ મને કહ્યું હતું કે, આ વાત કોઇને કહીશ નહી. જો તું કહીશ તો હું તને તારે જે પર્સ લાવવું છે, તે નહી લાવી આપું. પરંતુ ત્યારબાદ ફરીથી પોલીસે તેને પૂછતાં તેને કંઇ ખબર નહી હોવાનું જણાવ્યું હતુ અને બીજી અલગ-અલગ વાતો કરી રહી હતી. જો કે, બાળકીના નિવેદનના આધારે પોલીસે મરનારની પત્ની ગાયત્રીને પૂછપરછ કરતાં તેણીએ જણાવ્યું કે, તેનો પતિ તેને દારૂ પીને મારઝુડ કરતો હતો અને ત્રાસ આપતો હતો, તેથી ઉશ્કેરાટમાં માથામાં હથોડી મારી દીધી હતી. જો કે, થોડીવાર પછી તેણે કહ્યું કે, તેનો પ્રેમી ઘરમાં આવીને તેને કીસ કરતો હતો, એ વખતે તેનો પતિ જાગી જતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પ્રેમીએ સત્યેન્દ્રને માથામાં હથોડી મારી દીધી હતી. પત્ની ગાયત્રી પોલીસને અલગ અલગ નિવેદનો આપી ગોળગોળ ફેરવી રહી હતી, આખરે તેણીએ કંટાળીને ગુનાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે, તેને અને તેના મરનાર પતિ સત્યેન્દ્રના માસિયાઇ ભાઇ બ્રીજેશ ટાકીયા સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ હતા, જે અંગે તેના પતિને જાણ થઇ જતાં બંને વચ્ચે અવારનવાર તકરાર થતી હતી. પ્રેમસંબંધમાં આડખીલીરૂપ પતિનું કાસળ કાઢવા બે મહિના પહેલા હત્યાનો પ્લાન ઘડાયો હતો. જેમાં તેણે ઉત્તરપ્રદેશ જઇ બ્રીજેશને સમગ્ર પ્લાનની વાત કરી હતી.તા.૨૮મી મેએ તેણીએ બ્રીજેશને અહીં બોલાવ્યો હતો.તા.૩૦મીએ બ્રીજેશ આવી ગયો હતો. ગાયત્રી તેને લેવા ગઇ હતી.
બંને જણાં ઘેર આવ્યા ત્યારે પતિ સત્યેન્દ્ર સૂતો હતો. પહેલા ગાયત્રીએ તેના માથામાં હથોડીનો જોરથી ફટકો માર્યો, એ પછી બ્રીજેશે ઉપરાઉપરી ચારથી પાંચ ફટકા મારી સત્યેન્દ્રને પતાવી દીધો હતો અને ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસે આરોપી પત્ની ગાયત્રી અને તેના પ્રેમી બ્રીજેશ ટાકીયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

अहमदाबाद  : स्वाइन फ्लू से और ४ लोगों की मौत

aapnugujarat

રાજુ ગેંડીના પુત્ર પર ફાયરીંગ કરનાર બે શખ્સો ઝડપાયા

aapnugujarat

વાકુલીના જંગલોમાં કાચબાનો વેપલો કરનારા ઝડપાયા

editor

Leave a Comment

UA-96247877-1