Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સિડનીમાં જળ સંકટ : નળ ખૂલ્લો રાખવો ગુનો ગણાશે

ઓસ્ટ્રેલિયામાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન ભયંકર ગરમીના કારણે નદીઓનું જળસ્તર નીચે આવી રહ્યું છે. સિડીનીની પરીસ્થિતિ બગડી રહી છે. જળ સ્ત્રોત ૧૯૪૦ બાદ તેમના ન્યૂનતમ સ્તરે પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ સામે લડવા માટે ન્યૂ સાઉથ વેલ્સ તંત્રએ એકવાર ફરી કડક નિયમો બનાવ્યા છે.
તંત્રએ જે નિયમો નક્કી કર્યા છે, તેના પ્રમાણે-નળને ખુલ્લો મુકવો પણ ગુનો ગણાશે. આ નિયમ હેઠળ જો કોઈ તેના બગીચામાં પાણી છાંટવા માટે સ્પ્રિંકલ સિસ્ટમનો ઉપયોગ કરશે તો તેને દંડ ફટકારાશે. નવા નિયમો પ્રમાણે, જો કોઈ વ્યક્તિએ પાણીનો વ્યય કર્યો તો તેની પર ૧૦૬૧૩ રૂપિયા અને સંસ્થાનને ૨૬૫૩૨ રૂપિયાનો દંડ ફટકારાશે. આ તમામ પ્રતિબંધો આગામી સપ્તાહે લાગુ થશે.
અગાઉ પણ પાણીનો વ્યય રોકવા માટે ન્યૂ સાઉથ વેલ્સ તંત્રએ ૨૦૦૯માં પ્રતિબંધ લાગુ કર્યા હતા. સિડનીના ઘણા વિસ્તારોમાં આ પ્રતિબંધો દશકા બાદ આજે પણ લાગુ કરાય છે. તે દરમિયાન પણ પાણીનો વ્યય કરવાથી લોકો પર દંડની જોગવાઈ કરવામાં આવી હતી.

Related posts

પેરુમાં મેડ ઈન ઈન્ડિયા, મેક ઈન અમેરિકા

aapnugujarat

Taliban mortars attack at busy market in Afghanistan’s northern Faryab, 14 died, 30 injured

aapnugujarat

८६९ दिन में ट्रंप १०७९६ भ्रामक दावे कर चुके हैं

aapnugujarat

Leave a Comment

UA-96247877-1