Aapnu Gujarat
મનોરંજન

ઐશ્વર્યાની બુરાઈ કરતું વિવેકનું ટ્‌વીટ જોઈ અભિષેક ભડક્યો હતો

સોમવારે વિવેકે પોતાના ટિ્‌વટર હેંડલ પર એક મીમ શેર કર્યું હતું, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન ખાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે નજરે પડી રહ્યા છે. આ પોસ્ટ પર ઐશ્વર્યા રાયને ટાર્ગેટ કરતાં પોલ્સના પરિણામોની મજાક બનાવવામાં આવી હતી. આ પોસ્ટ બાદ વિવેક ઓબેરોયને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવી રહ્યો હતો. એટલું જ નહી વિવેકે પોસ્ટ કર્યાની થોડીવાર પછી મહારાષ્ટ્ર મહિલા આયોગે એક્ટરના નામે નોટીસ જાહેર કરી હતી.
સમાચાર પ્રમાણે વિવેકનું આ ટ્‌વીટ જોઈને અભિષેક બચ્ચન બહુ ગુસ્સે થઈ ગયો હતો. તે જડબાતોડ જવાબ આપવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો. જોકે તેને જ્યારે ખબર પડી કે વિવેકે ટ્‌વીટ ડિલીટ કરી દીધું છે ત્યારે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. હકીકતમાં આ વિવાદ પછી ઐશ્વર્યાએ અભિષેકના ગુસ્સાને શાંત કર્યો હતો અને સમજાવ્યું હતું કે આ બધું વિવેક ફિલ્મની પબ્લિસિટી માટે કરી રહ્યો છે એટલે આ વિવાદથી દુર રહેવું જોઈએ.

Related posts

ड्रग्स कनेक्शन मामले में NCB ने अर्जुन रामपाल की बहन को भेजा समन

editor

बॉलीवुड में ड्रग समस्या है, पर इसमें सब शामिल नहीं : अक्षय

editor

બચ્ચન પરિવાર આ વર્ષે પણ હોળી ઉજવશે નહીં

editor

Leave a Comment

UA-96247877-1