Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મમતા બેનર્જીની પીએમ મોદીને ચેલેન્જ : હાર્યા તો ૧૦૦ ઉઠક-બેઠક કરવી પડશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચેલેન્જ આપી છે. વડાપ્રધાન મોદીએ કોલ માફીયાને લઇને લગાવેલા આરોપો સાબિત કરવાની ચેલેન્જ આપી છે અને કહ્યું કે, વડાપ્રધાને લગાવેલા આરોપો ખોટા સાબિત થયાં તો તેમણે કાન પકડીને જનતાની સામે ૧૦૦ ઉઠક-બેઠક કરવી પડશે.
મમતા બેનર્જીએ કહ્યું કે, હું તમને પડકાર આપું છુ, જો તમે તે સાબિત કરી દો કે અમારામાંથી કોઇ કોલ મીફિયા સાથે જોડાયેલું છે તો હું મારા તમામ ૪૨ ઉમેદવારોને પરત લઇ લઇશ. પરંતુ જો તમે ખોટું બોલી રહ્યાં છો તો તમારે પોતાના કાન પકડીને જનતાની સામે ૧૦૦ ઉઠક-બેઠક કરવી પડશે.
ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મમતા બેનર્જીના નેતૃત્વવાળી પશ્ચિમ બંગાળ સરકાર પર રાજ્યમાં કોલ ખનનમાં કોલ માફિયાનો વધારો કરી રહી છે અને કોલ ખનન ક્ષેત્રના મજુરોની તેના વેતનથી વંચિત રાખે છે.

Related posts

છત્તીસગઢના અંગૂઠા છાપ મંત્રીઃ લખતા-વાંચતા પણ નથી આવડતું..!!

aapnugujarat

અમારા ૧૧ કરોડ કાર્યકર છે અને ૨૨ કરોડ પરિવારના અમને આશીર્વાદ છે : અમિત શાહ

aapnugujarat

કુરૂક્ષેત્રમાંથી મોદીએ ૨૦૧૯ની ચૂંટણીનું ફુંક્યુ બ્યુગલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1