Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાએ એચ-૧બી વીઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી

ટ્રમ્પ પ્રશાસને એચ૧-બી વીઝા માટે અરજી ફી વધારવાની દરખાસ્ત કરી છે. શ્રમપ્રધાન એલેક્ઝેન્ડર અકોસ્ટે અમેરિકાના સાંસદને કહ્યું હતું કે એક એપ્રેન્ટિસ કાર્યક્રમને વધારવાના સંબધમાં આવક વધારવાના હેતુથી આ દરખાસ્ત કરાઈ છે.
આ કાર્યક્રમ દ્વારા અમેરિકી યુવાઓને પ્રૌદ્યોગિક સંબધિત ગતિવિધિઓનું પ્રશિક્ષણ અપાય છે.
જો કે અકોસ્ટાએ સંસદ (કોંગ્રેસ)ની સમિતિ ૧ ઓકટોબર, ૨૦૧૯થી શરૂ થઈ રહેલ નાણાકીય વર્ષ ૨૦૨૦ માટે શ્રમ મંત્રાલયનું વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે એચ૧-બી માટે અરજી ફીમાં કેટલો વધારો કરવો તેની જાણકારી આપી નથી અને તેમજ એ પણ નથી જણાવ્યું કે તેને કઈ શ્રેણીઓની અરજીકર્તાઓ પર લાગુ થશે.
પરંતુ પૂર્વના અનુભવોને આધારે જોવાય છે કે જે ભારતીય આઈટી કંપનીઓની દરખાસ્તથી અરજી ફીમાં વધારો થશે તો કંપનીઓ પર બોજો પડશે.
ભારતીય આઈટી કંપનીઓ એચ૧-બી વીઝા માટે સૌથી વધુ આવેદન આપે છે. એચ૧- બી વીઝા દ્વારા અમેરિકીકંપનીઓને વિશિષ્ટ વ્યવસાય જેમાં ટેકનિકલી અથવા સૈદ્ધાંતિક વિશેષજ્ઞતા જોઈએ છે, તેમાં વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.

Related posts

૮૦ વર્ષની મહિલાએ ભાડુઆતની હત્યા કરી અંગો કાપી ફ્રિઝમાં મૂક્યા..!!

aapnugujarat

દુબઇ એરપોર્ટ પર લગાવાયા આઇરિસ-સ્કેનર

editor

Firing on streets of Washington DC : 1 died, 5 injured

aapnugujarat

Leave a Comment

UA-96247877-1