Aapnu Gujarat
ગુજરાત

અભિનવ આટ્‌ર્સ કોચિંગ દ્વારા ‘રંગ રંગીલી કુદરત’ કેનવાસ પેઈન્ટિંગનું એક્ઝિબિશન શરૂ

અમદાવાદ શહેરની ખ્યાતનામ સેપ્ટ યુનિવર્સિટીમાં અભિનવ આટ્‌ર્સ કોચિંગનાં સ્થાપક રશ્મિકા વિલાસ નાગર દ્વારા ‘રંગ રંગીલી કુદરત’કેનવાસ પેઈન્ટિંગનું એક્ઝિબિશન શરૂ થયું છે જે તા. ૨૬ એપ્રિલથી ૨૮મી સુધી ચાલશે. એક્ઝિબિશનનું ઉદ્‌ઘાટન અમદાવાદનાં મેયર શ્રીમતી બીજલબહેન પટેલે કર્યું હતું, ઉદ્‌ઘાટન પ્રસંગે પદ્મશ્રી કાર્તિકેય સારાભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. અન્ય મહાનુભાવોમાં નટુભાઈ પરીખ, ભરતભાઈ પંચાલ, જયભાઈ પંચોલી, હંસાબેન પટેલ, નયનાબેન મેવાડા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતાં. ઉલ્લેખનીય છે કે, એક્ઝિબિશન જોવાનો સમય સાંજે ૪ થી ૮ વાગ્યાનો રહેશે.

(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર અને દીપક સોમપુરા)

Related posts

१०८ को २५ दिन में १५ हजार रिकॉर्डब्रेक कोल्स मिले

aapnugujarat

ટાઈપ 2 ડાયાબિટીસ અંગે ચોંકાવનારો ખુલાસો, પીડિતોને પણ છે 57 ગંભીર બીમારીઓનું જોખમ

aapnugujarat

છત્રાલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1