Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસનો ભસ્મીભૂત થવાનો સમય આવી ગયો છેઃ મનોજ જોશી

સુરત યુવા સંમેલનને સંબોધતા મનોજ જોશીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો ભસ્મીભૂત થવાનો સમય આવી ગયો છે. યજ્ઞોપવિત વિશે વાત કરતા તેમણે જણાવયું હતું કે, યજ્ઞોપવિત દરેક વ્યક્તિ પહેરી શકે છે. પરંતુ એ બાબલાને ખબર નથી કે જનોઇ અંદર પહેરાય પણ તેણે બહાર પહેરી હતી. આમ એને એમ થયું કે બધાને ખુશ કરું. કોંગ્રેસને ભેળસેળ વાળી ઠગબંધન અને મજબૂર સરકાર ગણાવી હતી.
તેમણે સરદાર પટેલ અંગે વાત કરતા કહ્યું હતું કે, સરદારની પ્રતિમાને ભુસી નાખવાનું કામ કોંગ્રેસે કર્યું છે. આ ઉપરાંત મનોજ જોશીએ કોંગ્રેસને સરાફની પેઢી સાથે સરખાવ્યું હતું. આ ઉપરાંત ગુજરાતમાં માધવસિંહ સોલંકીની નીતિને અંગ્રેજ અને ઔરંગજેબની નીતિ સાથે સરખાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે લોકોને ભાજપ એટલેકે મજબૂત સરકાર જોઇએ છે. હંમેશા ગરીબોને ગાજર બતાવ્યા છે તેવા પણ આક્ષેપ કર્યા હતા. વર્ષ ૧૯૭૦થી અત્યારસુધી ગરીબી નથી હટી ત્યારે આટલા વર્ષ સુધી શું કર્યું તે પણ તેમણે સવાલ ઉઠાવ્યો હતો. કોંગ્રેસની દુકાનો ચાલતી નથી એટલે ભેળસેળિયા ભેગા કરી ઠગબંધન કરી રોડા નાખવાનું કામ કરતી હોવાનું મનોજ જોષીએ જણાવ્યું હતું. રાહુલ ગાંધીના દાદી બાપુજી બધા એકજ નારો આપતા હતા ગરીબી હટાવો અને હજુ પણ એ જ નારો ચાલી રહ્યો છે

Related posts

अहमदाबाद शहर रथयात्रा को लेकर छावनी में बदला

aapnugujarat

गुजरात चुनाव दिसम्बर में आयोजित होगेः चुनाव आयोग का संकेत

aapnugujarat

અમેરિકામાં મહેસાણાના યુવકની ગોળી મારી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1