Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

પાક.ના સિંધ પ્રાંતમાં એક વર્ષમાં ૧ હજાર હિંદૂ-ઈસાઈ યુવતીઓનું જબરદસ્તી ધર્માંતરણ : રિપોર્ટ

પાકિસ્તાનના સ્વતંત્ર માનવાધિકાર સંગઠને દેશમાં હિન્દુ અને ઈસાઈ યુવતીઓના જબરદસ્તી ધર્માંતરણ અને લગ્ન પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું છે કે ગત વર્ષે માત્ર સિંધ પ્રાંતમાં જ આ પ્રકારના ૧૦૦૦ જેટલા મામલાઓ સામે આવ્યા છે. પોતાના વાર્ષિક રિપોર્ટમાં પાકિસ્તાન માનવાધિકાર આયોગે કહ્યું કે સરકારે આ પ્રકારે જબરદસ્તી કરવામાં આવતા લગ્નોને રોકવા માટે ભૂતકાળમાં ખૂબ થોડા પ્રયત્નો કર્યા છે.
તેમણે સાંસદો પાસેથી આ ચલણને ખતમ કરવા માટે પ્રભાવી કાયદો બનાવવા કહ્યું છે.આયોગે કહ્યું કે ૩૩૫ પેજના “૨૦૧૮ માનવાધિકાર સ્થિતી” રિપોર્ટમાં કહ્યું છે કે ૨૦૧૮માં સિંધ પ્રાંતમાં જ હિન્દૂ અને ઈસાઈ યુવતીઓ સંબંધિત અનુમાનિત એક હજાર મામલાઓ સામે આવ્યા છે. જે શહેરોમાં વારંવાર આવા મામલાઓ કે ઘટનાઓ ઘટી છે તેમાં ઉમરકોટ, થરપારકર, મીરપુરખાસ, બદીન, કરાંચી, ટંડો અલ્લાહયાર, કશ્મોર અને ઘોટકીનો સમાવેશ થાય છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનમાં જબરદસ્તી ધર્માંતરણ અને જબરદસ્તી લગ્નનો કોઈ પ્રમાણિક આંકડો ઉપસ્થિત નથી. તેમાં જણાવવામાં આવ્યું છે કે સિંધ બાલ વિવાહ રોકથામ અધિનિયમ ૨૦૧૩ ને પ્રભાવી રીતે લાગુ નથી કરવામાં આવ્યું અને જબરદસ્તી લગ્નો પર સરકારની પ્રતિક્રિયા મળતી આવી છે.
રિપોર્ટ અનુસાર જો પોલીસની મીલી-ભગત ન રહી તોપણ મોટાભાગના મામલાઓમાં તેનું વલણ અસંવેદનશીલ રહ્યું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ૨૦૧૮ માં પાકિસ્તાનમાં પોતાની આસ્થા અનુસાર જિંદગી જીવવા પર અલ્પસંખ્યકોનો સામનો કર્યો, તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાંસુધી કે ઘણા મામલાઓમાં તેમના મોત પણ થયા.

Related posts

इराक में 25 प्रदर्शनकारियों की मौत

aapnugujarat

ચીનમાં જીજસના પોસ્ટરની જગ્યાએ પ્રમુખ જિનપિંગ

aapnugujarat

Cyclone ‘Lekima’ in China : Death toll rises to 49

aapnugujarat

Leave a Comment

UA-96247877-1