Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

સાઉદી અરબે જેફ બેઝોસનો ફોન હેક કર્યો હોવાનો ઘટસ્ફોટ

વિશ્વના બીજા નંબરના સૌથી વધુ સંપત્તિવાન એમેઝોનના જેફ બેઝોસનો ફોન સાઉદી અરબ સત્તાવાળાઓએ હેક કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેઝોસની ખાનગી તસવીરો લીક થવાના મામલે તપાસ કરી રહેલા તપાસકર્તાઓએ આ ધડાકો કર્યો છે. સાઉદી પત્રકાર જમાલ ખશોગીની ઈસ્તનબુલ કોન્સ્યુલેટમાં હત્યા થઈ હોવાના મામલે બેઝોસની માલિકીના અખબર ધ વોશિંગ્ટન પોસ્ટ દ્વારા તેનું વ્યાપક કવરેજ કરવામાં આવતા જેફ બેઝોસના ફોનને હેક કરવામાં આવ્યો હોવાનો દાવો ગેવિન ડી બેકરે કર્યો છે. ગત વર્ષે ઈસ્તાંબુલ કોન્સ્યુલેટમાં કેટલાક દસ્તાવેજો લેવા ગયેલા પત્રકાર જમાલ ખશોગીની હત્યા થઈ હતી અને તેની લાશ આજદીન સુધી મળી નથી.ગેવિને વધુમાં દાવો કરતા જણાવ્યું કે, ‘અમારા તપાસકર્તાઓ અને સંખ્યાબંધ નિષ્ણાતો એવા તારણ પર પહોંચ્યા છે કે સાઉદી અરબે બેઝોસનો ફોન હેક કર્યો હતો અને તેની ખાનગી માહિતી પણ મેળવી હતી.’ જો કે આ મામલે અગાઉ જેફ બેઝોસની પ્રેમિકાના ભાઈની ભૂમિકા બહાર આવી હતી. પરંતુ તપાસકર્તાએ તેનો ફાળો મર્યાદીત હોવાનો દાવો કર્યો હતો. ‘સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વોશિંગ્ટન પોસ્ટને પોતાના મોટા દુશ્મન માને છે,’ તેવું બેકરે જણાવ્યું હતું.જેફ બેઝોસના ફોનને હેક કરવામાં સાઉદી સરકારના ક્યો વિભાગ જવાબદાર છે તે બેકરે જણાવ્યું નહતું. તેણે ફક્ત તપાસની ઉપર ઉપરની માહિતી પુરી પાડી હતી અને સાઉદી સરકારને જવાબદાર ઠેરવતો આક્ષેપ કર્યો હતો.જેફ બેઝોસે ગેવિન ડી બેકર અને સહયોગીઓને પોતાના ખાનગી મેસેજ અને તસવીરો લીક મામલે તપાસ માટે રોક્યા હતા. બેઝોસની પ્રેમિકા સાથેની ખાનગી તસવીરો ફરતી થતા તેના લગ્નજીવમાં તકરાક થઈ હતી અને છૂટાછેડા આપવા પડ્યા હતા.બીજીતરફ સાઉદી અરબે ખશોગી હત્યા કેસમાં તેમની કોઈ ભૂમિકા હોવાનો સતત નનૈયો ભણ્યો હતો. જ્યારે અમેરિકાએ સીઆઈએ દ્વારા ક્રાઉન પ્રિન્સની બંધબારણ પૂછપરછ કરી તેમને હત્યારા જાહેર કર્યા હતા.

Related posts

નોર્વે મોબાઈલ ઈન્ટરનેટ સ્પીડ બાબતે ટોપ પર

aapnugujarat

બિપરજોય ચક્રવાતને કારણે પાકિસ્તાનમાં કટોકટી જાહેર

aapnugujarat

યુક્રેનને તમામ સહાય કરવા માટે અમેરિકાની ખાતરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1