Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

નવાદા બેઠક ઉપરથી જ ચૂંટણી લડીશ : ગિરિરાજ

૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને બિહારમાં મહાગઠબંધનમાં જ્યાં હજુ બેઠકો અંગે ધમસાણ જારી છે ત્યાં એનડીએની અંદર પણ ઘમસાણની સ્થિતિ સર્જાઈ છે. રવિવારે એનડીએ સીટ વહેંચણી અંગે જાહેરાત કરી સંકેત આપ્યા હતા કે, સહયોગી પાર્ટીઓમાં તમામ સકારાત્મક છે પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીયમંત્રી ગિરિરાજ સિંહ વલણ હજુ નરમ થયું હતું. ગિરિરાજસિંહે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, હું ચૂંટણી લડીશ તો માત્ર નવાદા બેઠક પરથી જ લડીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, રવિવારે એનડીએ (ભાજપ, જેડીયુ અને એલજેપી)એ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી બેઠકોની વહેંચણી અંગે જાહેરાત કરી હતી. આ હેઠળ જેડીયુ અને ભાજપે ૧૭-૧૭ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી જ્યારે એલજેપીના ફાળે છ સીટો ગઈ હતી. જો કે, ભાજપે પોતાના બે દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન અને ગિરિરાજસિંહની સીટો પણ સહયોગી પાર્ટીને આપી દીધી હતી.

Related posts

ગંગાના દીકરા તરીકે આવ્યા હતા મોદી, રાફેલના એજન્ટ તરીકે જશે : સિદ્ધૂ

aapnugujarat

धूमल होंगे बीजेपी के सीएम कैंडिडेट : शाह का ऐलान

aapnugujarat

મોબ લિંચિંગની ઘટના જધન્ય અપરાધ છે : મોદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1