Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બેઠકોની વહેંચણીને લઇ આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ તીવ્ર

બિહારમાં ભાજપની સામે ગઠબંધનની તૈયારીમાં આરજેડીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આરજેડી અને કોંગ્રેસ વચ્ચે હજુ પણ ખેંચતાણ જારી દેખાઈ રહી છે. આવી સ્થિતિમાં બેઠકોની વહેંચણીને લઇને કોઇપણ નિર્ણય થઇ શક્યો નથી. ભારે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. આરજેડી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડશે કે કેમ તેને લઇને પણ ભારે દુવિધા દેખાઈ રહી છે. એકબાજુ આરજેડીના નેતાઓનું કહેવું છે કે, કોંગ્રેસ પાર્ટીના લોકો વિલંબ કરી રહ્યા છે. ગઠબંધનને આખરી ઓપ આપવાને લઇને પણ પ્રશ્નો ઉભા થઇ ગયા છે. ભાજપ વિરોધી ગઠબંધનમાં બેઠકોની જાહેરાતને લઇને પણ તારીખ ટળી ગઈ છે. ૧૯મી માર્ચના દિવસે બેઠકોની ઘોષણા કરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. રાષ્ટ્રીય જનતા દળના સુત્રોએ કહ્યું છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને આરજેડી અને કોંગ્રેસની વચ્ચે બેઠકોની વહેંચણીના મુદ્દે પારસ્પરિક સહમતિ થઇ રહી નથી. કોંગ્રેસ ૧૧ સીટો ઉપર ઉમેદવારોના નામના દાવા કરી રહી છે જ્યારે આરજેડી કોંગ્રેસને આઠથી વધારે સીટો આપવા માટે તૈયાર નથી.

Related posts

રાફેલ મુદ્દે પારિકર સાથે મોદીએ વાત કરી ન હતી : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી

aapnugujarat

Kalraj Mishra as Himachal Pradesh and Acharya Devvrat appointed Gujarat New Governor

aapnugujarat

ફેડરલ ફ્રન્ટ કોંગ્રેસને ડ્રાઇવર સીટ કોઇ કિંમતે નહીં આપે : ચંદ્રશેખર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1