Aapnu Gujarat
રાષ્ટ્રીય

પુલવામાં બાદ ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે

જમ્મુકાશ્મીરમાં પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ સુરક્ષા દળોની જોરદાર કાર્યવાહીના કારણે હવે ત્રાસવાદી સંગઠનોની કમર તુટી ગઇ છે. છુટાછવાયા ત્રાસવાદીઓ તેમની હાજરી પુરવાર કરવા માટે હવે હુમલા કરી રહ્યા છે. ત્રાસવાદીઓને વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી રહ્યા છે. મજબુત ગ્રાઉન્ડ ઇન્ટેલિજન્સની સહાયથી ત્રાસવાદીઓની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે હવે ત્રાસવાદી સંગઠનની કમર તુટી ગઇ છે. સ્થિતી એ છે કે આ વર્ષે જેટલા ત્રાસવાદીઓની ભરતી કરવામાં આવી છે તેના કરતા વધારે ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જમ્મુ કાશ્મીરમાં સેના દ્વારા છેલ્લા કેટલાક સમયથી ચલાવવામાં આવી રહેલા ઓપરેશન ઓલઆઉટના કારણે ત્રાસવાદીઓની હાલત કફોડી બનેલી છે. તેમના લીડરોનો શોધી શોધીને ખાતમો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં હવે અલગતાવાદીઓ હવે વિદેશી ઘુસણખોરો પર વધારે આધાર રાખી રહ્યા છે. ઇન્ટેલિજન્સ રેકોર્ડ મુજબ ગયા વર્ષે જમ્મુ કાશ્મીરમાં જ્યારે ત્રાસવાદી સંગઠનોમાં ૧૦૦ જેટલા ત્રાસવાદીઓની ભરતી થઇ છે. જ્યારે ૨૫૦થી વધારે ત્રાસવાદીઓને લશ્કરી ઓપરેશનમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. પાકિસ્તાન અને પોકમાંથી આ વર્ષે જુલાઇ સુધી સેંકડો ત્રાસવાદીઓ દ્વારા ઘુસણખોરી કરવામાં આવી હતી. જ્યારે ગયા વર્ષે ૨૦૧૬માં આ આંકડો ૧૨૩ ઉપર રહ્યો હતો. આ પ્રવાહને જોતા ખીણમાં સક્રિય ત્રાસવાદીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્યા ગયેલા આ ત્રાસવાદીઓમાં લશ્કરે તોયબાના ૧૪, હિજબુલના અને અલ બદરના ટોપ કમાન્ડર પણ સામેલ છે. રાજ્ય પોલીસ, સેના અને સીઆરપીએફનમા સંયુક્ત ઓપરેશનથી મોટી સફળતા હાંસલ થઇ રહી છે. ખીણમાં હિજબુલ મુજાહીદ્દીનનુ નેતૃત્વ કરનાર ત્રાસવાદી બુરહાન વાનીને સેનાએ ગયા વર્ષે આઠમી જુલાઇના દિવસે એન્કાઉન્ટરમાં ઠાર મારી દીધો હતો.

Related posts

નિરવ મોદીની અરજી અમેરિકાની કોર્ટે ફગાવી

editor

દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવા તમામ પ્રયાસો જારી : કેજરીવાલ

aapnugujarat

Ban on firecrackers in cities/towns where air quality fell below ‘poor’ last year : NGT

editor

Leave a Comment

UA-96247877-1