Aapnu Gujarat
ગુજરાત

ચૂંટણી ખર્ચ માટે ભાજપાનો ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ

ભાજપે લોકસભા ચૂંટણી ફંડ ઉઘરાવવાની શરૂઆત કરી દીધી છે. ભાજપે ફંડ માટેની ધનસંગ્રહ યોજનાનું નામ બદલી સમર્પણ નિધિ યોજના કર્યું છે. ભાજપની કોર ટીમના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ હાઈકમાન્ડે ગુજરાત ટીમને ૨૦૦ કરોડનું ફંડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો છે. કાર્યકરથી લઈ એમપી-એમએલએને નાણાં ઉઘરાવવાના ટાર્ગેટ આપ્યા છે.
ભાજપની સ્ટેટ ટીમે રાજ્યસભા અને લોકસભાના ૩૭ સાંસદને ૫ લાખનું ફંડ અને ૧૦૦ ધારાસભ્યોને ૨ લાખનું ફંડ ઉઘરાવી જમા કરવોનો ટાર્ગેટ અપાયો છે. શહેરની મ્યુ.ના કોર્પોરેટરોને ૭૫ હજાર અને મેયરને ૧ લાખનું ફંડ જમા કરાવવું ફરજિયાત છે.
સુરત અને અમદાવાદમાં સૌથી ઉદ્યોગપતિઓ હોવાથી કોર્પોરેટર સહિત મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનને ફંડ ઉઘરાવવાની જવાબદારી સોપાઈ. બંને શહેરમાં ૧૦-૧૦ કરોડનું ફંડ ઉઘરાવવાનું છે.

Related posts

પાલનપુરમાં મેડિકલ કોલેજ શરૂ થતાં લોકોને ખુબ ફાયદો

aapnugujarat

પ્રવિણ તોગડિયાએ અંતે નવા સંગઠનની ઘોષણા કરી

aapnugujarat

સુરતમાં ડાયમંડ કંપનીનાં સંચાલકો રત્ન કલાકારોનો પગાર ચૂકવ્યા વગર ફરાર

editor

Leave a Comment

UA-96247877-1