Aapnu Gujarat
મનોરંજન

મારી કારકિર્દી તંગ દોરડા પર નર્તન કરવા જેવી : કંગના રનૌત

મોખરાની અભિનેત્રી અને મણીકર્ણિકા ફિલ્મ પછી હવે ડાયરેક્ટર કંગના રનૌતે કહ્યું હતું કે મારી કારકિર્દી તંગ દોરડા પર નર્તન કરવા જેવી આકરી રહી હતી.
‘મને સતત હેરાન પરેશાન કરવામાં આવતી હતી. હું બોલિવૂડના કોઇ પરિવારની નથી અને બહારથી આવેલી છું એટલે મારે સતત વિકટ સંજોગોનો સામનો કરવો પડયો હતો’ એમ કંગનાએ કહ્યું હતું.
તાજેતરમાં પાટનગર નવી દિલ્હીમાં એક ઇવેન્ટ પ્રસંગે ગયેલી કંગના પોતાના ચાહકો સાથે સવાલજવાબ કરી રહી હતી. એણે એવો દાવો કર્યો હતો કે મારો ગેરલાભ લેવાના ઘણા પ્રયાસો થયા. મેં એનો પ્રતિકાર કર્યો એટલે મને બદનામ કરવાનું ષડયંત્ર ઘડાયું. આમ છતાં હું સ્વમાનભેર ટકી રહી. એ વાત ઘણાને ગમતી નથી.
કંગનાએ પોતાના બાળપણના કેટલાક પ્રસંગો પણ વર્ણવ્યા હતા અને હાજર રહેલા ટીનેજર્સને કહ્યું કે વિશ્વમાં કોઇ બાબત અશક્ય નથી. માત્ર તમારે હિંમત રાખીને આગળ વધવાની તૈયારી રાખવી જોઇએ. સંજોગોથી ડરી ગયા તો ગયા કામથી.

Related posts

કંગના જે થાળીમાં ખાય છે તે થાળીમાં જ થૂંકે છે : આદિત્ય પંચોલી

editor

પોર્નોગ્રાફી કેસ : રાજ કુંદ્રાની જામીનનો મુંબઈ પોલીસે વિરોધ કર્યો

editor

અજય દેવગણ ‘ગોબર’ બનાવશે

editor

Leave a Comment

UA-96247877-1