Aapnu Gujarat
રાષ્ટ્રીય

પશ્ચિમ બંગાળમાં ચીટ ફંડ : તપાસ વેળા CBI અને પોલીસ વચ્ચે ઝપાઝપી

પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને પોલીસ ટુકડી આમને સામને આવી ગઈ છે. આજે અભૂતપૂર્વ ઘટનાક્રમનો દોર જોવા મળ્યો હતો. સનસનાટીપૂર્ણ શારદા કૌભાંડમાં કોલકાતાના પોલીસ કમિશનર રાજીવકુમારની પુછપરછ કરવા માટે પહોંચેલી સીબીઆઈની ટીમને પોલીસે અટકાયતમાં લઇ લીધી હતી જ્યાં એકબાજુ પોલીસ કોલકાતામાં સીબીઆઈના જોઇન્ટ ડિરેક્ટરને પકડી પાડવા તેમના આવાસ ઉપર પહોંચી હતી. બીજી બાજુ બંગાળના ડીજીપી રાજીવકુમારના આવાસ ઉપર પણ ટીમ પહોંચી હતી જ્યાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અધિકારીઓ સાથે મિટિંગ કરવા પહોંચ્યા હતા. કોલકાતાના મેયર હાકીમ પણ પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસે પહોંચ્યા હતા. દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન હોવાનો આક્ષેપ આક્ષેપ મમતા બેનર્જીએ કર્યો હતો. આ સમગ્ર મામલાાં હેરાન કરનાર બાબત એ છે કે, સીબીઆઈની ટીમ પોલીસ કમિશનર રાજીવકુમારના આવાસે પહોંચી ત્યારે ટીમને કહેવામાં આવ્યું કે, કુમાર ઘરમાં નથી. અલબત્ત મમતા બેનર્જી દ્વારા પ્રેસ કોન્ફરન્સ બાદ કમિશનર રાજીવ કુમાર ઘરથી બહાર આવ્યા હતા.પુછપરછ માટે ટીમ કમિશનરના આવાસે પહોંચી ત્યારે થોડાક સમય બાદ કોલકાતા પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી. ત્યારબાદ પોલીસે સીબીઆઈની ઓફિસ જીસીઓ ઓફિસ ઉપર કબજો જમાવ્યો હતો. આ મુદ્દો શારદા ચીટ ફંડ સાથે સંકળાયેલો છે. આ મુદ્દે સંબંધિત કેટલીક ફાઇલો ગુમ હતી. એટલા માટે સીબીઆઇ રાજીવ કુમારની પુછપરછ કરી રહી હતી. ત્યાર બાદ સીબીઆઇ અધિકારીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર ઇતિહાસમાં આ પહેલીવાર થયું છે જ્યારે, પોલીસે સીબીઆઇ અધિકારીઓની જ ધરપકડ કરવામાં આવી હોય. કહેવાઇ તો તેમ પણ રહ્યું છે કે ઘટના સ્થળ પર પોલીસ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કહેવાઇ રહ્યું છે કે, પોલીસે કોલકાતામાં સીબીઆઇ ઓફીસ પર કબ્જો કરી લીધો છે. બીજી તરફ હાઇપ્રોફાઇલ ડ્રામા ચાલી રહ્યો હતો. તે સમયે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોલીસ કમિશ્નરને મળવા માટે પહોંચી ગયા. સુત્રો અનુસાર જ્યારે સીબીઆઇ અધિકારી પોલીસ કમિશ્નરની પુછપરછ કરવા માટે પહોંચ્યા તો પોલીસ સાથે તેમની સામાન્ય ધોલ ધપાટ થઇ હતી. ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે સૌથી પહેલા પ્રતિબંધ લગાવ્યો હતો કે તેમના રાજ્યમાં સીબીઆઇ પરવાનગી વગર કોઇ પગલા નહી લે. હવે ભાજપ સવાલ ઉઠાવી રહ્યું છે કે, મમતા બેનર્જી આખરે સીબીઆઇથી શા માટે ગભરાઇ રહ્યા છે ? મીડિયા રિપોર્ટ અનુસાર પુછપરછ માટે આવેલા અધિકારીઓનાં ડ્રાઇવરને સૌથી પહેલા ત્યાંથી હટાવી દેવાયો. ત્યાર બાદ પોલીસે એક પછી એક તમામ અધિકારીઓને પોલીસ સ્ટેશન મોકલી આપ્યા હતા. ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ લોકેટ ચેટર્જીએ કહ્યું કે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઇક ચાલુ થઇ ચુકી છે.

Related posts

केरन सेकटर में युद्ध विराम का उल्लंघन : पोर्टर की मौत

aapnugujarat

देश में कोरोना संक्रमितों की संख्या 89 लाख के पार

editor

Fire breaks out at a building in Delhi’s Zakir Nagar, 6 died

aapnugujarat

Leave a Comment

UA-96247877-1