Aapnu Gujarat
ગુજરાત

દહેજ માંગણીથી કંટાળી ભરૂચની યુવતીનો આપઘાત, સાસરિયાઓને ૧૦ વર્ષની કેદ

ભરૂચની યુવતીએ કરેલા આપઘાત કેસમાં પતિ, સસરા અને ફોઇ સાસુને કોર્ટે ૧૦ વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે ભરૂચમાં રહેતી અદિતીના લગ્ન તેણીના માતા-પિતાએ વર્ષ ૨૦૧૪માં સુરત મુકામે ડેન્ટિસ્ટ ડો. સારંગ શ્રોફ સાથે કરાવ્યા હતા. લગ્ન બાદ અદિતિ સુરત મુકામે તેણીના પતિ સારંગ સાથે તથા સસરા રમેશચંદ્ર શ્રોફ અને ફોઇ સાસુ જમનાબેન સાથે રહેતી હતી.
અદિતિના પતિ તથા સસરા અને ફોઇ સાસુએ તેણીની પાસે દસ લાખ અને સોનાની ચેઇન વગેરે દહેજની માગણી કરી હતી. તેઓ તેણીને અસહ્ય માનસિક અને શારિરીક ત્રાણ આપતા હતા. આ બાબતે મરણ જનાર અદિતિ સાથે વર્ષ ભરૂચ મોકલી આપી હતી. જેથી ભરૂચ ખાતે અદિતિ તેના એપાર્ટમેન્ટના બિલ્ડિંગની અગાશી પરથી નીચે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. જેની તપાસ અદિતિના સામાનમાંથી સ્યૂસાઇડ નોટ તથા અન્ય પત્રો મળી આવ્યા હતા.

Related posts

હાર્દિક પટેલ વિરૂદ્ધ પાસના નેતાઓ વધુ આક્રમક બન્યા

aapnugujarat

સરખેજ ખાતે પોલીસ ઉપર પથ્થરમારો કરતા તંગદિલી

aapnugujarat

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટોલટેક્સમાં વધારો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1