Aapnu Gujarat
મનોરંજન

રાહત ફતેહ અલી ખાનને વિદેશી ચલણની દાણચોરી બદલ ઇડીની નોટિસ

ભારત, પાકિસ્તાનની સાથે સમગ્ર વિશ્વમાં પોતાના અવાજથી લોકોના દિલોમાં રાજ કરનારા પાકિસ્તાનના પ્રખ્યાત સિંગર રાહત ફતેહ અલી ખાન પર ગંભીર આરોપ લાગ્યો છે. તેમના પર આરોપ છે કે, તેમણે ભારતમાં વિદેશી હૂંડિયામણની લગભગ ૩ વર્ષ સુધી દાણચોરી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાહત ફતેહ અલી ખાને ૨ લાખ ૨૫ હજાર ડોલરની દાણચોરી કરી છે. હવે આ મામલે તપાસ કરી રેહલી ઇડીએ ફેમા હેઠળ શોકોઝ નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, રાહત ફતેહ અલી ખાન ભારતમાં ગેરકાયદેસર રીતે ત્રણ લાખ ચાલીસ હજાર યુએસ ડોલર મળ્યા હતા. જેમાંથી તેમણે ૨ લાખ ૨૫ હજાર ડોલરની દાણચોરી કરી હતી. ઇડીએ રાહત ફતેહ અલી ખાન પાસેથી ૨ કરોડ ૬૧ લાખ રૂપિયાની રકમ અંગે જવાબ માંગ્યો છે, જો ઇડી રાહત ફતેહ અલી ખાનના ઉત્તરથી સંતુષ્ટ નહી થાય તો તેમને ૩૦૦ ટકા દંડ ફટકારી શકાય છે. આ સિવાય જો તેઓ દંડની રકમ નહીં ભરે તો તેમને ભારતમાં આવવા પર પ્રતિબંધ લાદી શકાય છે.વર્ષ ૨૦૧૧માં પણ એક વાર દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કોઇ દસ્તાવેજ વગર તેમના પાસેથી ૧.૨૫ લાખ ડોલર મળી આવ્યા હતા. તેમના પર કાર્યક્રમની આડમાં વિદેશ મુદ્રાની દાણચોરીનો આરોપ છે. તપાસ દરમિયાન તેમના મેનેજરનું મૃત્યુ થયુ હતું જે રાહત ફતેહ અલી ખાન માટે નાણાંની એક્સેચેન્જ કરવાનું કાર્ય કરતો હતો. ઇડીએ રાહત ફતેહ આલી ખાનને પૂછપરછ માટે અગાઉ પણ નોટિસ મોકલી હતી જો કે તેમના મેનેજરના મૃત્યુને કારણે તપાસમાં વિલંબ થયો હતો.

Related posts

सुशांत सुसाइड मामले में कृति सेनन समेत चार लोगों के खिलाफ कोर्ट में केस दर्ज

editor

રિતિક રોશન સાથે મૃણાલ ઠાકુર હવે ફિલ્મમાં દેખાશે

aapnugujarat

रिया के पिता पर भड़की काम्या

editor

Leave a Comment

UA-96247877-1