Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કોર્ટ અયોધ્યા મામલે ઝડપી ચૂકાદો આપેઃ રવિશંકર પ્રસાદ

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી ફરી એકવાર મૌકૂફ રહીં છે. સુપ્રીમ કોર્ટે સુનાવણી મૌકૂફ રાખતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે દેશની જનતા રામ મંદિરને લઇને ખુબ આશાવાદ છે.
કાયદા મંત્રી તરીકે નહીં પરંતુ દેશના આમ નાગરિક તરીકે હું કહેવા માંગુ છું કે આ મામલે ટૂંક સમયમાં નિવેડો લાવવો જોઇએ. દેશની જનતાનો એક મોટો ભાગ ઇચ્છે છે કે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય. અલ્હાબાદ હાઇકોર્ટના ચૂકાદા બાદ પણ રામ મંદિરનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પડતર છે.પ્રસાદે કહ્યું કે સબરીમાલા, એડલ્ટરી કેસ, કર્નાટકમાં સરકાર બનાવવાનો નિર્ણય હોય કે અર્બન માઓવાદીઓનો કેસ, કોર્ટમાં સુનાવણી ઝડપથી થઇ જાય છે. તે સારી વાત છે પરંતું અયોધ્યા મામલે પણ નિવેડો ટૂંક સમયમાં લાવો. અમે કોર્ટનું સન્માન કરીએ છીએ.રામ મંદિરના નિર્માણનો કેસ ૭૦ વર્ષથી કોર્ટમાં પડતર છે. અયોધ્યા મામલે ૨૯મી જાન્યુઆરીએ સુનાવણી હાથ ધરવાની હતી. આ પહેલા પણ ૧૦મી જાન્યુઆરીના રોજ સુનાવણી મૌકૂફ રહી હતી. બે દિવસ પહેલા જ સીજેઆઇ રંજન ગોગોઇએ કેસની સુનાવણી માટે ૫ સભ્યોવાળી બંધારણીય બેંચની રચના કરી છે.સુપ્રીમ કોર્ટના એડિશનલ રજિસ્ટ્રાર લિસ્ટિંગ તરફથી રવિવારના રોજ બહાર પાડવામાં આવેલી નોટિસ અનુસાર બંધારણીય બેંચમાં સામેલ એસ.એ.બોબડે ૨૯ જાન્યુઆરીના રોજ હાજર નહીં રહે, આ કારણે કેસમાં સુનાવણી ૨૯મીં જાન્યુઆરીએ હાથ નહીં ધરાય.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પહેલા જ કહી ચૂક્યાં છે કે આ કેસનો નિવેડો બંધારણીય રીતેથી જ થવો જોઇએ. કોર્ટમાં રામ મંદિરનો મામલો ૭૦ વર્ષથી લટકી રહ્યો છે.

Related posts

દિવાળી પર સોનાની ખરીદી ઓછી રહેશે

aapnugujarat

ISRO set to launch 13 US satellite & 3 observation satellites

aapnugujarat

બજારમાં મંદી : સેંસેક્સમાં ૩૦૦ પોઇન્ટ સુધી ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1