Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ટેક્સ ક્લેક્શન ઓથોરિટીનો કડક આદેશ : વેરો ભરપાઈ ન કરનાર દેશ નહીં છોડી શકે

નવા વર્ષમાં ચીનની ટેક્સ ક્લેક્શન ઓથોરિટીએ નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ કોઈ પણ બિઝનેસમેન, કંપની અથવા વ્યક્તિને ટેક્સ ભરવાનો બાકી હોય તો તે દેશ છોડીને જઈ શકશે નહિ.
આ નવા નિયમમાં શરૂઆતમાં વેપારી, કંપનીઓ અને નોકરિયાતવર્ગનાં લોકોનો સમાવેશ કરવામાં આવશે, કે જે લોકોને ૧ લાખ યુઆન (૧૦.૨૬ લાખ રૂપિયા)નો ટેક્સની ભરપાઈ કરાવાની બાકી છે. એવામાં ટેક્સની ભરપાઈ ન કરેલા વ્યક્તિઓની તમામ જાણકારી આઈ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર અને પાસપોર્ટ માહિતીને ઓથોરિટી પોતાનાં બ્લેક લિસ્ટમાં નાખશે.
આ માહિતીને પોલીસ, બેંક, ઈમિગ્રેશન, પાસપોર્ટ, એરપોર્ટ અને સી-પોર્ટ જેવા વિભાગો સાથે પણ શેયર કરાઈ છે. જેથી આ તમામ વિભાગો દેવાદારો પર બાજ નજર રાખી શકશે, સાથે જ આ લોકોને દેશ છોડવા અંગની પરવાનગી પણ આપવામાં આવશે નહિ.
નવા કાયદામાં કોઈ વિદેશી નાગરિક પોતાના વેપાર અથવા નોકરી કરવા માટે ચીનમાં ૧૮૩ દિવસથી વધુનાં સમયળગાળા માટે રહે તો તેની કમાણી ટેક્સમાં આવશે. જો કે, આ જોગવાઈ પર અમેરિકાએ હોંગકોંગનો વિરોધ કર્યો છે. આ ઉપરાંત વિદેશમાં નોકરી કરી રહેલા નાગરિકોને પણ ચીનમાં ઈનકમ ટેક્સ આપવો પડશે.
ચીનની આબાદી ૧૩૮ કરોડ છે. જેમાથી ૨.૮ કરોડ લોકો જ ટેક્સ આપે છે. આવકવેરા વિભાગ સરકારી આવક વધારવા માટે ટેક્સનો દર વધારવાની જગ્યાએ ટેક્સ ક્લેક્શન વધારવા માટે વધારે જોર આપી રહ્યો છે.

Related posts

कमल हासन सितम्बर के अंत तक करेंगे नई पार्टी का ऐलान

aapnugujarat

નૌશેરામાં પાકિસ્તાનનો ફરી ગોળીબાર : સ્થિતિ વિસ્ફોટક

aapnugujarat

દેશ વિરોધી તાકાતો શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહી છે : મોહન ભાગવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1