Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદી સરકારની મનસા બંધારણ બદલવાની : ફારુક અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે શ્રીનગરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે, તે યોગ્ય નથી. શ્રીનગરમાં ફારુક અબ્દુલ્લાએ પોતાના પિતા અને નેશનલ કોન્ફરન્સના સંસ્થાપક શેખ મોહમ્મદ અબ્દુલ્લાની વરસી પર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે દેશભરમાં જે પણ કંઈ થઈ રહ્યું છે. તે સેક્યુલર ભારતમાં થવું જોઈતું ન હતું.
આપણે આવા ભારતનું સપનું જોયું ન હતું. ફારુક અબ્દુલ્લાએ મોદી સરકારને નિશાને લેતા બંધારણ બદલવાની મનસા હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોઈ ગઠબંધન નહીં કરે તેવું ફારુક અબ્દુલ્લાએ એલાન પણ કર્યું છે. ફારુક અબ્દુલ્લાએ ક્હ્યુ છે કે ભગવાન રામના નામે વોટ માંગવા સંપૂર્ણપણે ખોટું છે. આ એક સેક્યુલર દેશ છે અને તેમને લાગે છે કે ચૂંટણી પંચે તેના પર ધ્યાન આપવું જોઈએ.
ધર્મનો ચૂંટણી પ્રક્રિયામાં ઉપયોગ કરવો યોગ્ય નથી. ચૂંટણી પંચ દ્વારા રામના નામે વોટ માંગનાર વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરતા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે ધર્મનો ઉપયોગ કરવો ખોટું છે. બુલંદશહરમાં થયેલી હિંસાના મામલે ફારુક અબ્દુલ્લાએ ક્હયુ હતુ કે તેમને લાગે છે કે આ એક મોટું ષડયંત્ર છે. જ્યાં ભીડ દ્વારા પોલીસ અધિકારીને ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે. આખો મામલો એક યોજના હેઠળ થયો હતો અને તેની પાછળનો તેને નિશાન બનાવવાનો હતો. કારણ કે તે લોકોના સારા કામ કરી રહ્યા હતા.
જમ્મુ-કાશ્મીરની પરિસ્થિતિ સંદર્ભે બોલતા ફારુક અબ્દુલ્લાએ કહ્યુ હતુ કે તેઓ સરકાર બનાવવા માંગતા ન હતા. પરંતુ તેને બચાવવા માંગતા હતા. તેઓ ૩૫-એની કલમની સુરક્ષા કરવા ચાહતા હતા.

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિને મળ્યા

editor

રાજસ્થાનમાં કોંગ્રેસની હારનું મુખ્ય કારણ પાર્ટીની અંદરની લડાઈ

aapnugujarat

વીરભદ્રને ફટકો : એફઆઈઆર રદ કરવા માટે દિલ્હી હાઈકોર્ટે અરજી ફગાવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1