Aapnu Gujarat
શિક્ષણ

ગુજરાતના નકશામાંથી સાત જિલ્લા ગાયબ થતાં હોબાળો

ગુજરાતના પાઠ્‌ય પુસ્તક મંડળની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. ગુજરાતના નકશામાંથી ૭ જિલ્લા ગાયબ કરી દેવાયા છે. ધોરણ-૬ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં વિદ્યાર્થીઓને મોડા મળેલા આ પુસ્તકમાં છબરડો સામે આવ્યો છે. બોટાદ, અરવલ્લી, છોટાઉદેપુર, મહિસાગર જિલ્લાનો સીમાકંન નહી, તેમજ તાપી, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પણ સીમાંકનનો સમાવેશ નહીં કરાયો હોવાનું સામે આવતાં ગંભીર અને મોટો વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સમગ્ર પ્રકરણમાં તપાસ અને પગલા લેવાની હૈયાધારણ આપી હતી.
દરમ્યાન ધોરણ-૬ના પાઠ્‌યપુસ્તકમાં છબરડાના મામલે જીસીઇઆરટીના ડાયરેક્ટર ટી.એસ.જોશીએ જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો ક્ષતિ હશે તો નવા પાઠ્‌યપુસ્તકમાં સુધારો કરાશે. દહેરાદૂનની સંસ્થાના પ્રમાણિત હોય એ જ મુકાય છે. દહેરાદૂનની સંસ્થામાંથી વિગતો મંગાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ શાળામાં સંસ્કૃત વિષય માટે આવેલા પુસ્તકોમાં એક એવું તથ્ય આપવામાં આવ્યું હતુ કે, જેને નાનું બાળક પણ પકડી શકે છે. આ પુસ્તકમાં સીતાનું અપહરણ કરનારનું નામ રાવણ નહી પણ રામ જણાવવામાં આવ્યું હતુ. ધો-૧૨અંગ્રેજી માધ્યમના સંસ્કૃતના પુસ્તકમાં મોટો છબરડો જોવા મળ્યો હતો. અધિકારીઓએ તેના માટે અનુવાદકને જવાબદાર ગણાવતાં હાથ અદ્ધર કરી લીધા હતા તેમજ પ્રિન્ટીંગને કારણે ભુલ થયાનો પાઠ્‌ય પુસ્તક મંડળે પોતાનો બચાવ કર્યો હતો. સવાલ એ છે કે આ પ્રકારની ભુલો બાળમાનસ પર કેવી અસર છોડશે તેમજ પુસ્તકોમાં અવાર નવાર થતાં છબરડા કોના પાપે થાય છે કેમ પુસ્તક છપાતા પહેલા બરાબર પ્રુફ રિડિંગ કરવામાં આવતું નથી. પુસ્તક ઇંટ્રોડક્શન ટું સંસ્કૃત લિટ્રેચરના પાના નંબર ૧૦૬ પર લખવામાં આવ્યું હતુ, અહીં કવિએ પોતાના મૌલિક વિચાર અને વિચારથી રામના ચરિત્રની સુંદર તસવીર રજૂ કરી હતી. રામ દ્વારા સીતાનું અપહરણ કર્યા બાદ લક્ષ્મણ દ્વારા રામને આપવામાં આવેલા સંદેશનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતુ. તમને જણાવી દઇએ કે અહીં રામની જગ્યાએ રાવણ લખવાનું હતું.
ભારતના વિદ્યાર્થીઓ આવી રીતે સંસ્કૃત શીખશે તો કઇ દિશામાં જશે ભણતર એ એક ચિંતાની બાબત છે. પાઠય પુસ્તક મંડળ દ્વારા અવારનવાર પાઠય પુસ્તકોમાં આવા ગંભીર છબરડા અને બેદરકારી સામે આવતી રહે છે ત્યારે રાજય સરકારે પણ કોઇ મોનીટરીંગ સીસ્ટમ ગોઠવવી જોઇએ અને આવી ગંભીર ભૂલો બદલ કસૂરવારો સામે આકરી શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઇએ તેવી માંગણી પણ શિક્ષણજગતમાં ઉઠવા પામી છે.

Related posts

નવરાત્રિ વેકેશન : CBSE સ્કુલોમાં અસમંજસની સ્થિતિ

aapnugujarat

વિદેશમાં ડેન્ટલ અભ્યાસ માટે હવે નીટ ફરજિયાત

aapnugujarat

कर्नाटक में 1 अक्टूबर से खुलेंगे कॉलेज

editor

Leave a Comment

UA-96247877-1