Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કાયદાકીય પ્રક્રિયા પૂરી થવા સુધી પ્રવાસીઓ મેક્સિકોમાં રાહ જુએ : ટ્રમ્પ

પ્રવાસીઓને શરણ આપવાના મુદ્દા પર અમેરિકાના મોટા રાજકીય મુદ્દામાંથી એક છે. તેના પર વારંવાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાની આસપાસના દેશોમાંથી પ્રતિક્રિયાઓ આવતી રહે છે. આ પ્રતિક્રિયાઓ કયારેક પ્રવાસીઓના સમર્થનમાં હોય છે તો કયારેક તેના વિરોધમાં હોય છે. પ્રવાસીઓને શરણ આપવાના આ ‘હા-ના’ની રમતની વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની તરફથી નિવેદન આવ્યું છે કે દક્ષિણી સરહદથી અમેરિકામાં શરણ માંગનાર પ્રવાસીઓને કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થવા સુધી મેક્સિકોમાં રાહ જોવી પડશે.
રિપોર્ટ પ્રમાણે પ્રેસિડન્ટ ટ્રમ્પે શનિવારના રોજ એક ટ્‌વીટ કરી તેમાં તેમણે લખ્યું કે દક્ષિણ સરહદ પર પ્રવાસીઓને અમેરિકામાં પ્રવેશ માટે ત્યાં સુધી મંજૂરી નહીં મળે જ્યાં સુધી કોર્ટમાં તેની કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થઇ ના જાય. ટ્રમ્પે ટ્‌વીટમાં એ પણ લખ્યું હતું કે કાયદાકીય પ્રક્રિયા પૂરી થવના સુધી મેક્સિકોમાં રાહ જોવી પડશે. ઉલ્લેખનીય છે કે પ્રેસિડન્ટ ટ્રમ્પની આ ટ્‌વીટ વોશિંગ્ટન પોસ્ટના એ રિપોર્ટમાં પ્રકાશિત થયા બાદ આવી છે, જેમાં લખ્યું હતું કે મેક્સિકો સરકાર અમેરિકન પ્રવાસ નીતિ માટે ટ્રમ્પ સરકારની યોજનાને સમર્થન આપવા માટે સહમત છે.

Related posts

અમેરિકાની એક સ્કૂલમાં ફાયરિંગઃ એક મહિલાનું મોત : બે લોકો ઘાયલ

aapnugujarat

ત્રાસવાદીઓ સામે એક્શન લેવા પાક.ને ઇરાનની ચેતવણી

aapnugujarat

હાફીઝ અને દાઉદ વિરાસતમાં મળેલા મુદ્દા છે : ઇમરાન ખાન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1