Aapnu Gujarat
રાષ્ટ્રીય

કેરળમાં બાળકીએ શાળામાં પ્લે દરમ્યાન અઝાન આપતા મુસ્લિમ સંગઠનોનો વિરોધ

કેરળના કોઝિકોડ જિલ્લામાં એક બાળકી દ્વારા શાળામાં પ્લે દરમિયાન અઝાન આપવાને કારણે મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું છે. પરંપરાગત રીતે ઇસ્લામમાં અઝાન કોઇ પુરુષ દ્વારા આપવામાં આવે છે. પદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, શાળામાં જે લે ભજવાયો હતો. તેમાં મુસ્લિમ જીવનશૈલીનું આપમાન કરાયું છે.
હકીકતમાં બુધવારે મેમુંડા ઉચ્ચ માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આર ઉન્ની દ્વારા લખાયેલી કથા પર વાડકારામાં ડિસ્ટ્રિક્ટ સ્કૂલ ઓફ આર્ટના એક ફેસ્ટિલમાં પ્લે પર પરફોર્મ કર્યું હતું. પ્લેમાં અઝાન દેનારી એક મુસ્લિમ બાળકી પણ તેના પિતાની જેમ અઝાન આપવાની ઇચ્છા રાખે છે. પહેલાતો તેના પિતા ઇનકાર કરે છે પરંતુ બાદમાં તેઓ માની જાય છે અને બાળકીને અઝાન આપવાની પરવાનગી આપી દે છે.
સોશિયલ ડેમોક્રેટીક પાર્ટી ઓફ ઇન્ડિયા(એસડીપીઆઇ)ના સભ્યોએ કાર્યક્રમની સ્થળની બહાર શનિવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક એસડીપીઆઇના નેતા સલીમ પી અઝીયુરે જણાવ્યું હતું કે, આ પ્લેને સામાજીક ટીકા ગણવામાં આવી શકે નહી. આ ઇસ્લામિક શૈલીનું અપમાન કરે છે. આ મામલે અમે શિક્ષા વિભાગના નાયબ નિર્દેશકની પાસે પણ ફરીયાદ દાખલ કરી છે.
સલીમે જણાવ્યું કે, મેમુંડા શાળાને સીપીએમ દ્વારા મેનેજ કરવામાં આવે છે અને પ્લે દ્વારા પાર્ટીના એજન્ડા સ્પષ્ટથઇ જાય છે. આ પ્લેને કારણે મુસ્લિમ સમુદાય વિશે ખોટો સંદેશ જાય છે. ત્યાંજ શાળાના એક શિક્ષક પી કે શ્રીધરને જણાવ્યું હતું કે, પ્લેમાં લિંગભેદને લઇને મુ્‌દ્દાઓ ઉભા કરાયા છે. મને સમજાતું નથી કે, લોકો પ્લેનો કેમ વિરોધ કરી રહ્યા છે. થિએટર હંમેશા સંવેદનશીલ ધાર્મિક મુદ્દો પર પ્રશ્નો ઉભા કરે છે.

Related posts

कृषि विधेयक को लेकर सीएम बघेल का केंद्र पर तंज, कहा – किसानों की जमीन पर है नजर

editor

આચારસંહિતા કેસમાં મોદી અને અમિત શાહ સામે પગલા લેવાની માંગ કરતી સુપ્રીમ કોર્ટે ફગાવી

aapnugujarat

મારી પાસેથી કોઇ ચમત્કારની આશા ન રાખતા : પ્રિયંકા ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1