Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડીલને લઈને આરોપો લગાવનારા અભણ છે : વી.કે. સિંહ

પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે રાફેલ ડીલને લઈને જેવી રીતે સરકાર પર આરોપો લાગી રહ્યા છે તેના પર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. એમણે કહ્યું કે જે લોકો સરકાર પર રાફેલ ડીલને લઈને આરોપ લગાવી રહ્યા હતા તેઓ અભણ લોકો છે. વીકે સિંહે કહ્યું કે લોકોને આ વિશે જાણકારી નથી, અને મનફાવે તેમ બફાટ કરી રહ્યા છે. કહ્યું કે રાફેલ ડીલ સાથે જોડાયેલા લોકો પહેલેથી જ આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ કરી ચૂક્યા છે.
વીકે સિંહે કહ્યું કે આ મામલે તમામ અધિકારીઓએ પહેલેથી જ તથ્યો સામે રાખી દીધા હતા. જેવી રીતે આ ડીલને લઈને રિલાયન્સનું નામ સામે આવી રહ્યું છે, તેના પર વીકે સિંહે કહ્યું કે જો તમે વારંવાર આ મામલે નાખને ખેંચતા રહેશો તો તેમાં હું કંઈ ન કરી શકું. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદી સરકાર પર પ્રહારો કર્યા તેવા સમયે વીકે સિંહે આ નિવેદન આપ્યું.
જણાવી દઈએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઈને સુનાવણી કરી હતી. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચે કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેંચની અધ્યક્ષતા કરી રહ્યા છે, જ્યારે અન્ય બે જજ જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફ પણ આ બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટની બેંચે બુધવારે આ મામલા સાથે જોડાયેલ તમામ અરજીઓ પર સુનાવણી કરી, જેમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.

Related posts

પીએમ મોદીને મળ્યા સીએમ યોગી

editor

महाराष्ट्र के मुद्दे पर लोकसभा में हंगामा

aapnugujarat

बढ़ेंगी रेलगाड़ियों में रोजाना चार लाख आरक्षित सीटें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1