Aapnu Gujarat
મનોરંજન

રણબીરની ટી-શર્ટ ૩૦ હજાર રૂપિયાની !!

રણબીર કપૂર બોલિવૂડના જાણીતા સ્ટાઈલ આયકનમાંથી એક છે. તે મોંઘા કપડા પહેરવા માટે જાણીતો છે ભલે તેની કિંમત ગમે તેટલી વધુ કેમ ન હોય. આ ઉપરાંત તે આ મોંઘા કપડાને કઈ રીતે કેરી કરવા તે પણ સારી રીતે જાણે છે.
તાજેતરમાં રણબીર કપૂર પ્લેન વ્હાઈટ ય્ેષ્ઠષ્ઠૈની ટી-શર્ટમાં જોવા મળ્યો હતો. રણબીરે પેહરેલી ટી-શર્ટ ભલે સિમ્પલ લાગતી હોય પરંતુ તેની સામે સામાન્ય વ્યક્તિ ૧૦૦ ટી-શર્ટ ખરીદી શકે છે. કારણ કે, આ ટી-શર્ટની કિંમત ૩૦ હજાર જેટલી હોવાનું સામે આવ્યું છે. આ ટી-શર્ટ ખરીદવી રણબીર જેવા સ્ટાર માટે કોઈ નાની વાત નથી. વળી તેની લેટેસ્ટ ફિલ્મ ‘સંજુ’એ ૩૦૦ કરોડનો આંક પાર કરી લીધો છે. આ ફિલ્મ રણબીરના ફિલ્મી કરિયરની સૌથી સફળ ફિલ્મ રહી છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના અફેરની ચર્ચાઓ બી ટાઉનમાં જોરોશોરોથી થઇ રહી છે. પરંતુ આ બંન્નેને કોઇ પણ ઇવેન્ટ કે પ્રોગ્રામમાં સાથે જોઇ લોકોને પણ લાગવા લાગ્યું છે કે, આલિયા રણબીરને બે ઇમ્તેહા મહોબ્બત કરે છે. સંજુના ટ્રેલર લોંચ બાદ આલિયાએ રણબીરના અભિનયની પ્રશંસા પણ કરી હતી. ત્યારથી જ આ સંબંધ વધુ ગાઢ થઇ રહ્યા હોવાનું સામે આવ્યું હતું.

Related posts

ડાન્સ ફિલ્મમાં વરૂણ તેમજ કેટરીના કેફની જોડી છવાશે

aapnugujarat

ધુમ-૪ ફિલ્મમાં સલમાન દેખાશે

aapnugujarat

‘मेरे हाथों में नौ-नौ चूडियां’ गाने पर डांस करेंगी जाह्नवी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1