Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ભારતે ગયા વર્ષે ૨.૧૬ લાખ કરોડના હીરાની નિકાસ કરી : રિપોર્ટ

દુનિયામાં ભારત હીરાની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. ભારતે ગયા વર્ષે ૨૯.૪ અબજ ડોલર એટલે કે, ૨.૧૬ લાખ કરોડના હીરાની નિકાસ કરી હતી. જ્યારે અમેરિકા હીરાની સૌથી વધુ આયાત કરે છે. ગયા વર્ષે અમેરિકાએ ૨૧ અબજ ડોલર એટલે કે ૧.૪૪ લાખ કરોડના હીરાની આયાત કરી હતી. આંતરરાષ્ટ્રીય સ્તર પર થતાં વેપારના ડેટો રેકોર્ડ કરતી સંસ્થા ધી ઓબ્ઝર્વેટરી ઓફ ઈકોનોમિક કોમ્પ્લેક્સિટીના રિપોર્ટમાં આ આંકડા આપવામાં આવ્યા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સમગ્ર દુનિયામાં પેટ્રોલની ડિમાન્ડ સૌથી વધારે છે. પરંતુ દેશોની વચ્ચે સૌથી વધારે વેપાર કારનો થાય છે. દર વર્ષે ૧.૩૫ ટ્રિલિયન ડોલર એટલે કે ૯૨ લાખ કરોડ રૂપિયાની કારનું ખરીદ-વેચાણ કરવામાં આવે છે. બીજા નંબરે પેટ્રોલ છે. જેનો દર વર્ષે ૮૨૫ અબજ ડોલર એટલે કે ૫૬ લાખ કરોડ રૂપિયાનો વેપાર થાય છે. દુનિયામાં માનવીના લોહીનો વેપાર પણ ઓછો નથી. અમેરિકા આ વેપારમાં સૌથી આગળ છે. અમેરિકાએ ગયા વર્ષે ૧.૭૩ લાખ કરોડના લોહીની નિકાસ અને ૧૪.૨૬ લાખ કરોડની લોહીની આયાત કરી છે.

Related posts

જીએસટી બાદ હવે મહિલાઓને ખુશ કરશે સરકાર

aapnugujarat

મહાગઠબંધનમાં જોડાવવાની ઓફર કુશવાહે ફગાવી

aapnugujarat

अमरनाथ यात्रा : २९००० से ज्यादा लोगों ने दर्शन किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1