Aapnu Gujarat
મનોરંજન

હવે મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં કંગના મોટા રોલમાં દેખાશે

એક્ટિંગ કુશળતાના કારણે તમામને પ્રભાવિત કરી દેનાર અભિનેત્રી કંગના રાણાવત હાલમાં બે મોટી ફિલ્મોમાં કામ કરી રહી છે. જેમાં એક ફિલ્મ મેન્ટલ હે ક્યાં અને બીજી ફિલ્મ મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસીનો સમાવેશ થાય છે. મણિકર્ણિકા ફિલ્મનુ શુટિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે તમામ નવા કલાકારોને રાખવામાં આવ્યા છે. કંગના રાણાવત ઝાંસીની રાણીની ભૂમિકામાં નજરે પડનાર છે. મેન્ટલ હે ક્યાં ફિલ્મમાં તે ફરી એકવાર રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. ક્વીન બાદ બન્નેની જોડી ફરી એકવાર સાથે નજરે પડનાર છે. ક્વીન ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. ફિલ્મના કારણે કંગનાએ શ્રેષ્ઠ અભિનેત્રી માટેના કેટલાક એવોર્ડ જીતી ગઇ હતી. દરમિયાન બોલિવુડ સ્ટાર કંગના રાણાવત સતત મોટી ભૂમિકાના કારણે નવી નવી ઉંચાઇ પર પહોંચી રહી છે. તે ત્રણ વખત નેશનલ એવોર્ડ જીતી ચુકી છે.કંગના રાણાવત પોતાની નવી ફિલ્મને લઇને આશાવાદી છે. કંગના રાણાવત પોતાની કેરિયરને લઇને આશાવાદી દેખાઇ રહી છે. તે પોતાની કુશળતાની સાબિતી પહેલા પણ આપી ચુકી છે. હવે નવી ફિલ્મો મારફતે ફરી એકવાર તે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. કંગના રાણાવતે મહિલા પ્રધાન ફિલ્મોને પણ એકલા હાથે હિટ કરી છે. બીજી બાજુ રાજકુમાર રાવ પણ બોલિવુડમાં પોતાની એક્ટિગ કુશળતાથી તમામને પ્રભાવિત કરી રહ્યો છે. તે બરેલી કી બરફીમાં જોરદાર રોલ કરી ગયો હતો. તેની પાસે પણ એશ સાથેની ફિલ્મ ફન્ને ખાન

Related posts

अनुराग कश्यप को सोशल मीडिया पर मिली जान से मारने की धमकी, मामला दर्ज

aapnugujarat

डिप्रेस थे कपिल, हाथ पर लिखा गया था एक्स-गर्लफ्रेंड का नाम : अली असगर

aapnugujarat

દીપિકા પાદુકોણ આમિર ખાન સાથે મોગુલ ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1