Aapnu Gujarat
મનોરંજન

ડાકોટા જોન્સન- ક્રિસ માર્ટિન એકબીજાના પ્રેમમાં

હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી ખુબસુરત ડકોટા જોન્સન હાલમાં ક્રિસ માર્ટિનના પ્રેમમાં હોવાના હેવાલ મળ્યા છે. બન્ને હાલમાં ફ્રાન્સના પાટનગર પેરિસમાં એક સાથે નજરે પડ્યા હતા. પેરિસમાં કેટલાક દિવસ સુધી બન્ને સાથે રહ્યા હતા. મંગળવારના દિવસે ચાર્લ્સ ડી ગોલે એપરોપ્રટ પર બન્ને સાથે નજરે પડ્યા બાદ તેમના ફોટા પણ કેટલાક મિડિયામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. ૨૮ વર્ષીય ફિક્ટી શેડ્‌સ ઓફ ડાર્ક સ્ટાર ડકોટા જોન્સન ક્રિસની સાથે દેખાઇ હતી. ડોકાટા જોન્સન હોલિવુડમાં હવે મોટી સ્ટાર તરીકે ઉભરી ચતુકી છે. પોતાની સ્ટાઇલિશમાં ડકોટા ખાસ રીતે દેખાઇ રહી નથી. ડકોટા જોન્સન પાસે હાલમાં કેટલીક મોટી ફિલ્મ આવી રહી છે. ફિફ્ટી શેડ્‌સ ઓફ ગ્રેના સ્ટાર સાથે તેની જોડી ફિલ્મમાં તમામ ચાહકોને પસંદ પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી.ડકોટા જોન્સનના ચાહકોની સંખ્યા સતત વધી રહી છે. ફિફ્ટી શેડ્‌સના તમામ ભાગ સુપરહિટ રહ્યા બાદ હવે અંતિમ ભાગ પર કામ ચાલી રહ્યુ છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રજૂ કરવામાં આવનાર છે. ક્રિસ માર્ટિન પેરિસમાં બ્લેક હેટમાં નજરે પડી હતી. મ્યુઝિશિયન તરીકે ક્રિસ માર્ટિને ભારે લોકપ્રિયતા મેળવી છે. કોલ્ડપ્લે ગાયક તરીકે તેની લોકપ્રિયતા હાલના સમયમાં વધી રહી છે. ડકોટા જોન્સનની સાથે જોડાયેલા લોકો હાલમાં કોઇ પ્રતિક્રિયા આપવા માટે તૈયાર નથી. ડકોટા જોન્સનની લોકપ્રિયતા સતત વધી રહી છે. ફોલોઅર્સ તેની ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોઇ રહ્યા છે. ફિલ્મ હિટ થવા માટેના પુરતા કારણો રહેલા છે.

Related posts

કેટી પેરીના ટિ્‌વટર પર ૧૦ કરોડ ફોલોઅર્સ : રિપોર્ટ

aapnugujarat

વાણી કપુરને રિતિક- ટાઇગર સાથે એક્શન ફિલ્મ મળી

aapnugujarat

ड्रग्स केस : रिया, शौविक समेत 6 लोगों की जमानत याचिका कोर्ट ने की खारिज

editor

Leave a Comment

UA-96247877-1