Aapnu Gujarat
બિઝનેસ

હવે પતંજલિનું જીન્સ પણ બજારમાં આવશે !

યોગગુરૂ અને પતંજલિ આયુર્વેદના સહ-સંસ્થાપક બાબા રામદેવે જાહેરાત કરી છે કે તેમની કંપની આગામી વર્ષ સુધીમાં કપડાના બજારમાં પ્રવેશ કરશે. એડવર્ટાઈઝિંગ એજન્સીસ એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત ગોવા ફેસ્ટ-૨૦૧૮માં રામદેવે કહ્યું કે, ‘લોકો મને પૂછી રહ્યા છે કે અમે અમારી કંપનીનું જીન્સ બજારમાં ક્યારે લાવી રહ્યા છીએ? હવે અમે વસ્ત્રો પણ રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. અમે પારંપરિક વસ્ત્રો ઉપરાંત બાળકો, મહિલાઓ એન પુરૂષોના ગારમેન્ટ્‌સ આગામી એક વર્ષમાં રજૂ કરીશું.
કંપની પહેલાથી સૌંદર્ય પ્રસાધન અને ખાદ્ય ઉત્પાદોના બજારમાં સક્રિય છે અને ટૂંક સમયમાં તે સ્પોટ્‌ર્સ તેમજ યોગા ગારમેન્ટ ક્ષેત્રે પણ પ્રવેશ કરશે તેમ બાબા રામદેવે જણાવ્યું હતું.બાબાએ જણાવ્યું કે પતંજલિ આયુર્વેદ નાણાકીય રીતે વર્ષ દર વર્ષે સારી કામગીરી કરી રહી છે અને આગામી સમયમાં ટર્નઓવરના મુદ્દે દેશની સૌથી મોટી કંપની બની જશે. રામદેવે જણાવ્યું કે તેમની કંપની તગડા પગાર ધરાવતા પ્રોફેશ્નલ્સને નથી રાખતી પરંતુ એવા લોકોને રોજગાર આપે છે તેઓ કામ પ્રત્યે સમર્પિત છે.પતંજલિ એડવર્ટાઈઝમેન્ટમાં દેખાતા યોગ ગુરુએ જણાવ્યું કે તેમણે એડવર્ટાઈઝમેન્ટમાં મોટા માથાઓને સામેલ નથી કર્યા જેથી ઘણા નાણાંની બચત થાય છે. બાબા રામદેવે જણાવ્યું કે તેઓ પણ એડથી દૂર થઈ ગયા છે અને આગામી વર્ષોમાં તેઓ એડવર્ટાઈઝ નહીં કરે.

Related posts

તેલની વધતી કિંમતો પર ઓપેક દેશ ૧૭ ઓક્ટોબરે ભારત સાથે વાતચીત કરશે

aapnugujarat

थोक महंगाई दर 22 महीने के निचले स्तर पर, मई में घटकर 2.45%

aapnugujarat

વર્ષ ૨૦૧૮માં રોજગારીની વર્ષા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1