Aapnu Gujarat
મનોરંજન

એતરાજ-૨ ફિલ્મમાં ભૂમિકા કરવા પ્રિયંકા સહમત થઇ ગઇ

બોલિવુડ અને હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી પ્રિયંકા ચોપડા આખરે એતરાજ-૨ ફિલ્મમાં કામ કરવા માટે સહમત થઇ ગઇ છે. સુભાષ ઘાઇ અને પ્રિયંકા વચ્ચે વાતચીતના કેટલાક રાઉન્ડ યોજાયા હતા. હવે પ્રિયંકા ફિલ્મ કરવા સહમત થઇ ગઇ છે. મળેલી માહિતી મુજબ આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષે અંત સુધી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. સુભાષ ઘાઇ આ ફિલ્મની સિક્વલ ફિલ્મ બનાવનાર છે. ફિલ્મના અન્ય કલાકારોને લઇને ટુંક સમયમાં જ પસંદગી કરવામાં આવી શકે છે. પ્રિયંકા હાલના દિવસોમાં તેની પાસે આવેલી જુદી જુદી ફિલ્મોની પટકથા વાંચી રહી છે. સુભાષ ઘાઇએ પ્રિયંકા સાથે વાતીચ પણ કરી છે. આ વાતચીત સફળ સાબિત થઇ છે. હવે ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવનાર છે. સુભાષ ઘાઇએ નિર્માતા તરીકે વર્ષ ૨૦૦૪માં એતરાજ ફિલ્મ બનાવી હતી. જેમાં પ્રિયંકા ચોપડા, કરીના કપુર અને અક્ષય કુમારની ભૂમિકા હતી. સુભાષ ઘાઇ લાંબા સમયથી આ સિક્વલ પર કામ કરી રહ્યા હતા. ગયા મહિનામાં જ સુભાષ ઘાઇએ સિક્વલ માટેની પટકથાને આખરી ઓપ આપી દેવામાં સફળતા મેળવી છે. આ ફિલ્મનુ શુટિંગ આ વર્ષના અંત પહેલા શરૂ કરી દેવામાં આવનાર છે. સ્ટારકાસ્ટને નક્કી કરવામાં ઘાઇ વ્યસ્ત છે. ફિલ્મનુ નામ નવુ અને પટકથા પણ નવી રહેશે. સુભાષ ઘાઇ અને પ્રિયંકા ચોપડા વચ્ચે વાતચીત થઇ ચુકી છે.
લોકપ્રિય પ્રિયંકા ચોપડા પોતે ખુબ ઉત્સાહિત છે અને તે ફિલ્મમાં કામ કરવા માટે તરત તૈયાર પણ થઇ ગઇ છે. પ્રિયંકા ફિલ્મ માટે તારીખ કાઢવાના પ્રયાસમાં લાગેલી છે. ત્રીજી અને અંતિમ મુલાકાત અમેરિકી શો ક્વાન્ટિકો સિઝન-૩ની પુર્ણાહુતિ બાદ થઇ હતી. એતરાજમાં પ્રિયંકા નેગેટિવ રોલમાં છવાઇ ગઇ હતી. ફિલ્મમાં તે છવાયેલી રહી હતી. તમામને ફિલ્મ ગમી હતી. પ્રિયંકા ચોપડા બોલિવુડમાં એકમાત્ર એવી અભિનેત્રી છે જે અમેરિકામાં હાલમાં ભારે ધુમ મચાવી રહી છે. પ્રિયંકા ચોપડા પોતાની બોલિવુડ કેરિયરમાં તમામ મોટા સ્ટાર સાથે કામ કરી ચુકી છે. જેમા શાહરૂખ ખાન અને સલમાન ખાન તેમજ અક્ષય કુમારનો સમાવેશ થાય છે. તમામ મોટા ફિલ્મ નિર્માતા નિર્દેશકો સાથે પણ તે કામ કરી ચુકી છે. જેમાં સંજય લીલા ભણશાળીની ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવુડ કરતા હોલિવુડમાં પણ તે લોકપ્રિયતા મેળવી રહી છે. પ્રિયંકા ચોપડાએ વર્ષ ૨૦૦૦માં મિસ વર્લ્ડનો તાજ જીત્યો હતો. ભારતની સૌથી વધારે નાણાં મેળવતી અને સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી પ્રિયંકા ચોપડા અનેક એવોર્ડ પોતાના નામ પર કરી ચુકી છે. તેને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી ચુકી છે. વર્લ્ડમાં તે સૌથી પ્રભાવશાળી ૧૦૦ લોકોમાં સામેલ રહી છે. વર્ષ ૨૦૧૭માં તે વિશ્વની મોસ્ટ પાવરફુલ વુમનમાં સામેલ રહી હતી.
પ્રિયંકા ચોપડા એબીસીની થ્રીલર સિરિઝ ક્વાન્ટિકોમાં એલેક્સ તરીકેની યાદગાર ભૂમિકા અદા કરી રહી છે. તે કેટલીક સામાજિક સંસ્થાઓ સાથે પણજોડાયેલી રહી છે. જેમાં યુનિસેફ સાથે છેલ્લા ૧૦ વર્ષના સંબંધ પણ સામેલ છે. બાળકોના અધિકાર માટે ે વૈશ્વિક એમ્બેસેડર તરીકે રહી છે.

Related posts

अब ‘हे राम’ का हिंदी में रीमेक बनाएंगे शाहरुख

aapnugujarat

હજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી

aapnugujarat

માનસિક આરોગ્ય વિશે ભ્રમ દુર કરવાની જરૂર : કંગના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1