Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદ એરપોર્ટના કર્મચારીએ જ બોમ્બ હોવાની અફવા ફેલાવી

અમદાવાદ એરપોર્ટ પર આજે અચાનક બોમ્બની અફવા ફેલાવાથી અફરાતફરી મચી હતી. પરતુ ગણતરીના કલાકોમાં બોમ્બનો મેસેજ આપનાર શખ્સની અટકાયત કરી લેવાઈ હતી.પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ એરપોર્ટ પર આજે બોમ્બ હોવાની અફવા ફેલાવાઈ હતી. અજાણી વ્યક્તિએ બોમ્બ હોવાનો કન્ટ્રોલ રૂમમા ફોન કરીને જાણ કરી હતી. એરપોર્ટના એટીસી ટાવર નંબર પર ફોન આવ્યો હતો. જેથી સતર્કતાના ભાગરૂપે પોલીસ દોડતી થઈ ગઈ હતી. ડોગ સ્કવોડ, ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. એરપોર્ટ તપાસમાં કોઇ જ શંકાસ્પદ વસ્તુ ન મળી આવી હતી. પરંતુ પોલીસે પરથી ફોન કરનાર શખ્સની ગણતરીના કલાકોમા અટકાયત કરી લીધી હતી. મોહંમદ નામના શખ્સે એરપોર્ટ પર બોમ્બનો મેસેજ આપ્યો હતો. પણ બોમ્બની અફવા ફેલાવનાર શખ્સ એરપોર્ટનો જ કર્મચારી નીકળ્યો હતો.

Related posts

સરદાર વલ્લભભાઇ પટેલ પાર્ટી પણ ચૂંટણીમાં ઉતરશે

aapnugujarat

पालनपुर में तालाब में डूब जाने से तीन युवकों की मौत

aapnugujarat

શહેરમાં ૨૫ કંટ્રોલરૂમ પર ખાસ વ્યવસ્થા ગોઠવી દેવાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1