Aapnu Gujarat
બિઝનેસ

ગોલ્ડ ઇટીએફમાંથી ૭૭૩ કરોડ રૂપિયા પરત ખેંચાયા

કિંમતોમાં ઉથલપાથલ અને નિરાશાજન રિટર્નના પરિણામ સ્વરુપે વર્ષ ૨૦૧૭-૧૮ના પ્રથમ ૧૧ મહિનાના ગાળામાં મૂડીરોકાણકારોએ ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માંથી ૭૭૩ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં ૯૪ કરોડ રૂપિયા ઇટીએફમાંથી પાછા ખેંચવામાં આવ્યા છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે, ગોલ્ડ ઇટીએફ માટે આગામી નાણાંકીય વર્ષ વધારે આશાસ્પદ રહી શકે છે. કારણ કે, વૈશ્વિક બજારમાં હાલ રહેલી અનિશ્ચિતતાના પરિણામ સ્વરુપે કિંમતી ગોલ્ડ માટેની માંગમાં વધારો થઇ શકે છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઇન ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ફેબ્રુઆરી મહિનામાં ૧૪ ગોલ્ડ લિંક્ડ ઇટીએફમાંથી ૯૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૬-૧૭માં આ મહિનામાં ૪૬ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. જાન્યુઆરી મહિનામાં ગોલ્ડ ઇટીએફમાંથી ૧૧૦ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવ્યા હતા. નવેસરના આંકડા મુજબ હાલ ચાલી રહેલા નાણાંકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરીના ગાળામાં ૭૭૩ કરોડ રૂપિયા પાછા ખેંચવામાં આવી ચુક્યા છે. કિંમતોમાં ઉથલપાથલ અને સારા રિટર્ન નહીં મળવાના લીધે આ સ્થિતિ સર્જાઈ છે. આ ઉપરાંત ૨.૭૫ ટકાના વધારાના વ્યાજ સાથે ગોલ્ડ બોન્ડ ઇટીએફ કરતા વધારે સારા ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે રહ્યા છે. અગાઉના ચાર નાણાંકીય વર્ષમાં ગોલ્ડ એક્સચેંજ ટ્રેડેડ ફંડમાં કારોબાર ઉદાસીન રહ્યો છે. ૨૦૧૬-૧૭માં ૭૭૫ કરોડ રૂપિયાનો કારોબાર રહ્યો છે. ૧૫-૧૬માં ૯૦૩ કરોડ રૂપિયાનો કારોબાર નોંધાયો છે. ગોલ્ડ ફંડના એયુએમ હેઠળ સંપત્તિમાં ઘટાડો થયો છે. થોડાક મહિનાઓ સિવાય ભારતમાં ફેબ્રુઆરી ૨૦૧૩ બાદથી ગોલ્ડ ઇટીએફમાં નેગેટિવ પ્રવાહની સ્થિતિ રહી છે. ઇન્ફ્લોની દ્રષ્ટિએ સ્થિતિ નિરાશાજનક રહી છે. વર્લ્ડ ગોલ્ડ કારોબારમાં નિરાશાજનક સ્થિતિના પરિણામ સ્વરુપે સોનામાં વેચવાલી જોવા મળી છે. ગોલ્ડ ઇટીએફ એવા રોકાણ તરીકે છે જે મેટલની કિંમતોના આધાર પર રોકાણ સાથે આગળ વધે છે. નિષ્ણાતો એમ પણ માની રહ્યા છે. આગામી નાણાંકીય વર્ષમાં ગોલ્ડ ઇપીએફમાં વધુ સારી સ્થિતિ રહેશે. આના માટે કારણો એ આપવામાં આવી રહ્યા છે કે, અનિશ્ચિતતામાં વધારો થશે. ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારો જંગી નાણા તરફ ખેંચાઈ રહ્યા છે જેના લીધે ૧૪ ગોલ્ડ લિંક્ડ ઇટીએફમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

Related posts

साल 2018 में गूगल ने समाचार कारोबार से कमाए 4.7 अरब डॉलर

aapnugujarat

શેરબજારમાં ૯ પરિબળોની અસર જોવા મળશે : પ્રવાહી સ્થિતિ રહેશે

aapnugujarat

યુએસનું નાગરિકત્વ મેળવવાનું સરળ ટ્રમ્પ કાર્ડ ઇબી-પ વિઝા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1