Aapnu Gujarat
મનોરંજન

રણવીર રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇ ઉત્સુક

રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બાને લઇને તૈયારીમાં રણવીર સિંહ પહેલાથી જ લાગી ગયો છે. એક્શન સિક્વન્સ માટે ટ્રેનિંગ પણ રણવીર સિંહ લેનાર છે. રોહિત શેટ્ટીની નવી ફિલ્મમાં તે પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે. તમામ લોકો સારી રીતે જાણે છે કે રોહિત શેટ્ટીની મોટા ભાગની ફિલ્મો એક્શનથી ભરપુર રહે છે. હાલમાં તે ઝોયા અખ્તરની ફિલ્મ ગુલ્લી બોયના શુટિંગને લઇને વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ કામ કરી રહી છે. રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મમાં રણવીર સિંહ તેની કેરિયરમાં હજુ સુધીની સૌથી મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. શેટ્ટીની ટીમ સાથે તે કેટલાક સપ્તાહ સુધી ખાસ ટ્રેનિંગ પણ લેનાર છે. ફિલ્મના શુટિંગને હાથ ધરવામાં આવે તે પહેલા ટ્રેનિંગ લેનાર છે. ઘટનાક્રમ પર નજર રાખનાર સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે રણવીર અને રોહિત શેટ્ટી હાલમાં ફિલ્મ નિર્માતાની ઓફિસમાં મળ્યા હતા. ચાર કલાક સુધી વાતચીત ચાલી હતી. ત્યારબાદ બન્ને ફિલ્મને આગળ વધારી દેવા માટે સહમત થયા હતા. એપ્રિલ મહિનામાં ગુલ્લી બોયનુ શુટિંગ પૂર્ણ કરવામાં આવનાર છે. ત્યારબાદ સિમ્બા ફિલ્મનુ શુટિંગ કરવામાં આવનાર છે. રોહિત શેટ્ટી સાથે કામ કરવાની તેની ઇચ્છા આખરે પૂર્ણ થઇ રહી છે. તેમની ફિલ્મો તમામ પેઢીને પસંદ પડે છે.

Related posts

નેગેટિવ વાતથી તેને કોઇ અસર થતી નથી : બોબી

aapnugujarat

પોર્ન સ્ટાર મિયા માલકોવાની ગોડ, સેક્સ એન્ડ ટ્રુથ ૨૬મીએ રજુ કરાશે

aapnugujarat

સ્ટાર પરિણિતી ચોપડા હવે આઇટમ નંબર કરવા તૈયાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1