Aapnu Gujarat
ગુજરાત

ધૂળેટીનાં પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી લાલ આંખ કરશે

રાજ્યમાં પાણીની તંગી વચ્ચે ધૂળેટીના પર્વે પાણીનો બગાડ કરનાર સામે એએમસી કડક હાથે પગલાં ભરે તેવી સંભાવના છે. અમદાવાદની ક્લબોમાં પણ તિલક હોળીનો કોન્સેપ્ટ ચાલે તેવી સંભાવના છે. આ દિવસે પાણીમાં પણ કાપ મૂકાય તેવી સંભાવના છે.  હાલમાં નર્મદામાં પાણીની અછતને પગલે ઉનાળામાં ખેડૂતોને પાણી આપવા પર સરકારે મનાઈહૂકમ ફરમાવ્યો છે. ધૂળેટીના પ્રસંગે સૌથી વધુ પાણીનો બગાડ થતો હોય છે. હાલની સ્થિતિમાં પાણીનો બગાડ અટકાવવો એ સૌથી વધુ જરૂરી છે. રાજ્યમાં પાણીની સ્થિતિ ખરાબ છે. અમદાવાદમાં ધૂળેટીના પ્રસંગે ક્લબોમાં રેઇનડાન્સના પ્રોગ્રામ યોજાય છે. જેમાં પાણીનો સૌથી વધુ વેડફાટ થાય છે. પીવાનાં પાણીના ફાંફા વચ્ચે પાણીનો બગાડ અટકાવવો એ સૌથી વધુ જરૂરી છે. જે માટે તંત્રએ કડક હાથે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. નર્મદા અને જળસંપત્તિ તથા કલ્પસર વિભાગનો સત્તાવાર અહેવાલ અનુસાર રાજ્યનાં જળાશયોની સંગ્રહશક્તિ ૨૫,૨૨૬.૮૧ લાખ ઘન મીટરની છે અને તે સામે હયાત જથ્થો ૧૦,૪૭૫.૩૩ લાખ ઘનમીટર હોવાનું સામે આવ્યુ છે. ઉત્તર ગુજરાતના ૧૫ ડેમમાં ૪૩.૪૩ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ ડેમમાં ૬૦.૨૦ દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમમાં ૪૩.૭૬ પાણી છે. કચ્છના ૨૦ જળાશયોમાં ૧૪.૯૧ ટકા, સૌરાષ્ટ્રના ૧૩૮ ડેમમાં ૩૦.૯૩ ટકા અને નર્મદા ડેમમાં ૩૮.૨૪ ટકા પાણીનો જથ્થો નોંધાયો હતો. એકલા નર્મદા ડેમની વાત કરીએ તો ડેમની ડિઝાઈન પ્રમાણે ૯૪૬૦ એમસીએમ જળસંગ્રહ શક્તિ છે. તે સામે ૩૬૧૭.૨૪ એમસીએમ જળરાશિનો સંગ્રહ છે. એક સપ્તાહમાં ૧૪૪ એમસીએમ પાણીનો ઘટાડો નોંધાયો છે.અમદાવાદમાં આવતીકાલે વોટર કમિટીમાં પાણી કાપને લઈને નિર્ણય લેવાશે. ધૂળેટી નિમિતે કલબોમાં પાણી ન વેડફવા માટેનો ઘડાશે પ્લાન ઘડવાની પણ એએમસીએ તૈયારી કરી છે. આ વખતે ક્લબોમાં પાણીના બદલે તિલક હોળીનો આદેશ કરાશે. ખાનગી બોરનું પાણી ન વેડફવા એએમસીએ અનુરોધ કર્યો છે. પાણી વેડફતી ક્લબો પર સામે પણ આ વર્ષે કડક હાથે પગલાં ભરવાની એએમસીએ તૈયારી છે.

Related posts

હાર્દિકના ભાજપમાં આવવાથી ભાજપના કેટલાક કાર્યકરોમાં નારાજગી

aapnugujarat

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવાનાં મામલે પોલીસ સ્ટાફ ઉપર ૨૦થી વધુ હુમલાના બનાવો બન્યાં

aapnugujarat

વિરમગામ શહેરમાં નવરાત્રી પર્વ દરમ્યાન બાળકોની વેશભુષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1